Diwali 2026 Dates: દિવાળી કઈ તારીખે છે 2026? જાણો ધનતેરસ, લક્ષ્મી પૂજા, ગોવર્ધન પૂજા અને ભાઈ બીજના મુહૂર્ત

Diwali 2026 Dates: વર્ષ 2026 માં દિવાળીનો તહેવાર 8 નવેમ્બર, રવિવારના રોજ ઉજવવામાં આવશે. જાણો ધનતેરસ, કાળી ચૌદશ, લક્ષ્મી પૂજાનું શ્રેષ્ઠ મુહૂર્ત, ગોવર્ધન પૂજા અને ભાઈ બીજની સંપૂર્ણ તારીખો પંચાંગ અનુસાર.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 26 Sep 2026 11:57 AM (IST)Updated: Sat, 26 Sep 2026 11:57 AM (IST)
diwali-2026-dates-and-timings-shubh-mahurat-of-dhanteras-naraka-chaturdashi-lakshmi-puja-govardhan-puja-and-bhai-dooj

Diwali 2026 Dates and Key Timings: હિન્દુ ધર્મના સૌથી મોટા અને રોશનીના પર્વ દિવાળીની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. વર્ષ 2026 માં પ્રકાશનું મહાપર્વ દિવાળી 8 નવેમ્બર, રવિવારના રોજ દેશભરમાં શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવશે. આ દિવસે ઘરો, વેપારી પેઢીઓ અને ઓફિસોમાં ધન અને સમૃદ્ધિની દેવી માતા લક્ષ્મી તથા ભગવાન ગણેશજીની વિધિવત્ પૂજા કરવામાં આવે છે. ધનતેરસથી શરૂ થતો આ 5 દિવસીય પર્વ ભાઈ બીજ સુધી ચાલશે.

દિવાળી 2026 ક્યારે છે અને લક્ષ્મી પૂજાનું શુભ મુહૂર્ત શું છે?

પંચાંગ અનુસાર, વર્ષ 2026માં મુખ્ય દિવાળી 8 નવેમ્બર, રવિવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે સાંજે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. લક્ષ્મી પૂજાનું મુખ્ય મુહૂર્ત સાંજે 6:22થી રાત્રે 8:20 વાગ્યા સુધી રહેશે, જેનો કુલ સમયગાળો આશરે 1 કલાક 58 મિનિટનો છે.

અમાવસ્યા તિથિનો પ્રારંભ 8 નવેમ્બરના રોજ સવારે 11:27 વાગ્યે થશે અને તેનું સમાપન 9 નવેમ્બરના રોજ બપોરે 12:31 વાગ્યે થશે. લક્ષ્મી પૂજાના નિર્ધારિત સમયગાળા દરમિયાન વૃષભ કાળનું સ્થિર લગ્ન રહેશે, જેને માતા લક્ષ્મીની આરાધના માટે અત્યંત શુભ માનવામાં આવે છે. સ્થાનિક સૂર્યાસ્તના સમય અનુસાર અલગ-અલગ શહેરોમાં પૂજાના મુહૂર્તમાં થોડી મિનિટોનો તફાવત હોઈ શકે છે.

ધનતેરસ (6 નવેમ્બર 2026, શુક્રવાર)

આ દિવસે આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરી અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસ નવી વસ્તુઓ, ખાસ કરીને સોનું, ચાંદી, નવાં વાસણો, વાહન અને ઘરવપરાશની સામગ્રી ખરીદવા માટે અત્યંત શુભ ગણાય છે.

કાળી ચૌદશ / નરક ચતુર્દશી (7 નવેમ્બર 2026, શનિવાર)

દિવાળીના આગલા દિવસે નરક ચતુર્દશી ઉજવાશે. આ દિવસે ઘરની સાફ-સફાઈ પૂર્ણ કરી દીવા પ્રગટાવવાની પરંપરા છે. ગુજરાત સહિત અનેક સ્થળોએ આ દિવસે કાળી ચૌદશની ઉજવણી પણ કરવામાં આવે છે.

ગોવર્ધન પૂજા અને અન્નકૂટ (9 નવેમ્બર 2026, સોમવાર)

દિવાળી પછીના દિવસે ગોવર્ધન પૂજા ઉજવાશે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ગોવર્ધન પર્વત ધારણ કરવાની લીલાનું સ્મરણ કરવામાં આવે છે. મંદિરો અને ઘરોમાં ભગવાનને વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવે છે. ગોવર્ધન પૂજા સાંયકાલીન મુહૂર્ત બપોરે 03:44 થી સાંજે 05:58 વાગ્યા સુધી રહેશે. કુલ સમયગાળો 02 કલાક 14 મિનિટનો રહેશે.

ભાઈ બીજ / યમ દ્વિતીયા (11 નવેમ્બર 2026, બુધવાર)

આ પર્વ ભાઈ-બહેનના અતૂટ પ્રેમને સમર્પિત છે. બહેનો ભાઈને તિલક કરીને તેમના દીર્ઘાયુષ્ય અને સુખ-સમૃદ્ધિની મંગલકામના કરે છે, જ્યારે ભાઈઓ બહેનોને રક્ષણનું વચન અને ભેટ આપે છે. ભાઈ બીજના દિવસે અપરાહ્ન સમય બપોરે 01:30 થી 03:43 વાગ્યા સુધી રહેશે. કુલ સમયગાળો 02 કલાક 13 મિનિટનો રહેશે.

દિવાળી 2026 ના 5 દિવસીય પર્વનું સંપૂર્ણ કૅલેન્ડર

  • 6 નવેમ્બર 2026: ધનતેરસ
  • 7 નવેમ્બર 2026: કાળી ચૌદશ / નરક ચતુર્દશી
  • 8 નવેમ્બર 2026: દિવાળી અને લક્ષ્મી-ગણેશ પૂજા
  •  નવેમ્બર 2026: ગોવર્ધન પૂજા / અન્નકૂટ મહોત્સવ
  • 11 નવેમ્બર 2026: ભાઈ બીજ / યમ દ્વિતીયા