યોગિની એકાદશીએ તમાલ પત્રના આ ટોટકા ચમકાવશે તમારી કિસ્મત, ખરાબ દિવસો થશે દૂર


By Sanket M Parekh13, Jun 2023 04:34 PMgujaratijagran.com

નેગેટિવિટી દૂર થશે

તમાલ પત્ર અને મીઠાને સળગાવીને ઘરમાં ફેરવો. આમ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થવા લાગશે.

વિવાહ માટે

તમાલ પત્ર પર સિંદૂર લગાવીને ભગવાન વિષ્ણૂને ચડાવવાથી જલ્દી વિવાહના યોગ બનવા લાગે છે. જેથી વિવાહમાં વિલંબ અથવા દોષ દૂર થાય છે.

વૈવાહિક જીવનમાં તણાવ

જો પતિ-પત્ની સાથે આ ઉપાય કરે છે, તો તેમના વૈવાહિક જીવનમાં રહેલો તણાવ દૂર થવા લાગે છે.

ધન લાભ માટે

યોગિની એકાદશીના દિવસે તમાલ પત્ર સાથે કાળા મરી સળગાવો. જેનો ધૂમાડો ઘરમાં ધન રાખવાની જગ્યાએ અથવા તિજોરીમાં જવા દો.

ધન પરત મળશે

આ ઉપાય કરવાથી રોકાયેલુ અથવા અટકેલુ ધન પરત આવી જશે. જેથી ધનના યોગ બનવા લાગશે અને આર્થિક સંકટ દૂર થશે.

પીપળાના ઝાડ પર બાંધો

રાતે સૂતા સમયે ઓશીકાની નીચે તમાલ પત્ર રાખો. જેને બીજા દિવસે જઈને પીપળાના ઝાડ સાથે બાંધી આવો.

ઘર કંકાશ માટે

આ ઉપાય કરવાથી ઘરમાં થઈ રહેલા કારણ વિનાના લડાઈ-ઝઘડા બંધ થઈ જશે અને અંદરો-અંદર પ્રેમ વધશે.

14 જૂન 2023નું રાશિફળ | Your Daily Horoscope Today June 14, 2023