Yoga vs Gym: જિમ કે યોગ- તમારા સ્વાસ્થ્ય માટે શું સૌથી શ્રેષ્ઠ?


By Sanket M Parekh08, Oct 2025 04:08 PMgujaratijagran.com

શરીર અને મન સ્વસ્થ

જિમ કરવાથી શરીર મજબૂત બને છે અને મશલ્સ પણ. આ સાથે જ ફિટનેસ લેવલ પણ ઝડપથી વધે છે. જ્યારે યોગ કરવાથી શરીર તેમજ મન બન્ને સ્વસ્થ રહે છે.

જિમ અને યોગ

જો તમારું લક્ષ્ય ઝડપથી વજન ઘટાડવું અને શરીરને યોગ્ય શેપ આપવાનો હોય, તો તેના માટે જિમ વધુ ફાયદાકારક છે. જ્યારે યોગ તણાવ ઘટાડવા અને માનસિક શાંતિ માટે ઉત્તમ માનવામાં આવે છે.

વર્કઆઉટના ફાયદા

જિમમાં વર્કઆઉટ કરવાથી કેલેરી ઝડપથી બર્ન થાય છે. જેના પરિણામે મોટાપો અર્થાત ઓબેસિટી ઝડપથી ઘટે છે. જ્યારે યોગ ધીમે-ધીમે શરીરને સંતુલિત કરે છે અને મેટાબોલિઝમને બહેતર બનાવે છે.

યોગના ફાયદા

યોગનો સૌથી મોટો ફાયદો એ છે કે, તે માનસિક શાંતિની સાથે-સાથે એકાગ્રતા વધારે છે.જિમમાં શારીરિક તાકાત તો વધે છે, પરંતુ તણાવ ઓછો કરવા માટે યોગ સૌથી વધુ અસરકારક છે.

જિમના ફાયદા

જિમ એવા લોકો માટે ફાયદેમંદ છે, જેમને વધારે એક્ટિવિટી અને કાર્ડિયો કરવાની આવશ્યક્તા હોય. જ્યારે યોગ એવા લોકો માટે સારો છે, જેઓ ધીમે-ધીમે અને શાંતિથી ફિટનેસ પ્રાપ્ત કરવા માંગે છે.

મસલ્સ અને સ્ટેમિના મજબૂત

યોગ કરવાથી શ્વાસ લેવાની ક્ષમતા અને શરીરની લચક વધે છે. જ્યારે જિમમાં મસલ્સ અને સ્ટેમિના મજબૂત થાય છે. યોગ અને જિમ બન્ને શરીરને અલગ-અલગ રીતે ફાયદો પહોંચાડે છે.

સસ્તો અને સરળ વિકલ્પ

જિમમાં મોંઘા ઉપકરણ અને ટ્રેનરની જરૂર પડે છે, જ્યારે યોગ તમે ઘરે બેઠા-બેઠા જ કરી શકો છો. આમ યોગ સૌથી સસ્તો અને સરળ વિકલ્પ છે.

કોના માટે શું સૌથી શ્રેષ્ઠ?

જો કોઈ વ્યક્તિ બીમારીઓથી બચવા અને ઈમ્યુનિટી વધારવા માટે એક્સરસાઈઝ કરવા માંગતા હોય, તો તેમના માટે યોગ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. જ્યારે જિમ ફિટનેસ અને મસલ્સ બિલ્ડિંગ માટે શ્રેષ્ઠ છે.

દરરોજ લીમડાનું દાતણ શા માટે કરવું જોઈએ?