બ્લડ પ્રેશર રહેશે નિયંત્રણમા, ઘરે કરો આ 4 યોગાસન


By Hariom Sharma04, Dec 2023 11:03 AMgujaratijagran.com

બ્લડ પ્રેશર

હાઈ બ્લડ પ્રેશરને કારણે ઘણી બીમારીઓ થવાનુ જોખમ વધી જાય છે, એવામા તમે પોતાને સ્વસ્થ રાખવા માંગો છો તો તમે આ યોગાસન ઘરે જ કરી શકો છો.

એક્સપર્ટની સલાહ

યોગા એક્સપર્ટ ડો. રવિન્દ્ર કુમારના જણાવ્યા અનુસાર બ્લડ પ્રેશર હાર્ટને સૌથી વધારે નુકસાન કરે છે. આ માટે તમારે તમારા ખોરાક પર ધ્યાન આપવુ જોઈએ અને નિયમિતપણે યોગાસન પણ કરવા જોઈએ.

સુખાસન કરો

બ્લડ પ્રેશરને નિયંત્રણમા રાખવા માટે સુખાસન કરો. સુખાસન તણાવને દૂર કરવા ઉપરાંત મનને શાંત રાખે છે. સાથે તે શ્વાસ સાથે સંબધિત બીમારીઓથી બચાવે છે.

સુખાસન કરવાની રીત

સૌ પ્રથમ સીધા ટટ્ટાર બેસી જાઓ. ત્યારબાદ જમણા પગને ડાબા ઘૂંટણ અને ડાબા પગને જમણા ઘૂંટણની નીચે રાખો. હવે હાથોને ઘૂંટણ પર રાખો અને હથેળીઓ નીચે રાખો પછી ઉંડા શ્વાસ લો.

ભુજંગાસન કરો

ભુજંગાસન કરવાથી લોહીનુ પરિભ્રમણ સુધરે છે, સાથે તણાવથી દૂર રાખે છે. ભુજંગાસન કરવાની રીત

ભુજંગાસન કરવાની રીત

પેટના સહારે સૂઈ જાઓ. અને બંને હાથની બાજુઓને માથાના ભાગ બાજુ લાવો. પછી હાથના સહારે છાતી અને માથાને ઉંચા કરો.

શવાસન કરો

શવાસન બ્લડ પ્રેશરને નિયંત્રણમા રાખવા માટે મદદ કરે છે, સાથે તણાવથી દૂર રાખે છે. શવાસન માથાના દુખાવાને પણ મટાડે છે.

અનુલોમ વિલોમ

અનુલોમ વિલોમ કરવાથી મન શાંત રહે છે અને તણાવ પણ ઓછો થાય છે. તેને નિયમિત કરવાથી શ્વાસ સંબઘિત બીમારીઓ પણ દૂર રહે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

બોડી બિલ્ડર બનવા માટે શું કરવું? આ રીતે ખજૂરનું સેવન કરવાથી ઝડપથી વજન વધે છે