પીરિયડ્સના સમયે છોકરીઓ જો કેટલાક યોગાસન કરે તો તે સમયે થતા દુખાવામા રાહત મળે છે. આ ઉપરાંત આ યોગાસન કરવાથી શરીરમા એનર્જી પણ રહે છે. ચલો જાણીએ પીરિયડ્સના સમયે ક્યા યોગાસન કરવાથી રાહત મળે છે.
સૌથી પહેલા પલાઠી વાળીને બેસી જાઓ. હવે આંખો બંધ કરીને ઉંડા શ્વાસ લો. ત્યારબાદ સામાન્ય સ્થિતિમા આવી જાઓ.
ઘૂંટણના સહારે બેસીને બન્ને હાથ જાંઘ પર મૂકો. બન્ને પગ વચ્ચો થોડુ અંતર રાખો. થોડી વાર આ સ્થિતિમા જ રહો ત્યારબાદ સામાન્ય સ્થિતિમા આવી જાઓ.
ઘૂંટણના સહારે બેસી જાઓ અને બન્ને હાથ ઉઠાવો. હવે પીઠને આગળની તરફ ઝુકાવો. હાથોને જમીનની સામે ફેલાવો અને માથાને જમીન પર રાખો. થોડી વાર આ સ્થિતિમા જ રહો ત્યારબાદ સામાન્ય સ્થિતિમા આવી જાઓ.
પેટના સહારે સીધા બેસી જાઓ. હાથોને છાતીની પાસે રાખી લો. ત્યારબાદ હાથોથી શરીરને જમીન ઉપર ઉઠાવો. થોડી વાર આ સ્થિતિમા જ રહો ત્યારબાદ સામાન્ય સ્થિતિમા આવી જાઓ.
સીધા બેસીને બન્ને પગને ઘૂંટણોથી વાળો. ત્યારબાદ પગની એડીઓને એકબીજાથી જોડો. થોડી વાર આ સ્થિતિમા જ રહો ત્યારબાદ સામાન્ય સ્થિતિમા આવી જાઓ.