ખરાબ જીવનશૈલીના કારણે આજકાલ યુવાઓમાં હૃદયની નસોમાં બ્લોકેજની સમસ્યા જોવા મળે છે. તો આ હૃદયની નસોના બ્લોકેજ દૂર કરવા માટે આ 4 યોગાસન તમે કરી શકો છો.
હૃદયની નસોના બ્લોકેજ દૂર કરવા રોજ અનુલોમવિલોમ કરો. અનુલોમવિલોમ કરવાથી કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમાં રહે છે.
સૌથી પહેલા યોગા મેટ પર પલાઠી વાળીને બેસી જાઓ. પછી જમણા હાથનાં અંગૂઠાથી નાકને બંધ કરો અને ડાબા નાકથી શ્વાસ લો. હવે ડાબા હાથની આંગળીથી નાકને બંધ કરો અને જમણા નાકથી શ્વાસ લો. આવુ 20-25 વાર કરો.
ધનુરાસન હૃદયની નસોના બ્લોકેજ દૂર કરવામાં મદદ કરે છે. ધનુરાસન કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણમાં રાખે છે. જેનાથી હાર્ટ અટૈકનુ જોખમ ઘટી જાય છે.
પશ્રિમોત્તાસન હૃદયની નસોના બ્લોકેજ દૂર કરવા મદદ કરે છે. તેનાથી પાચનતંત્ર મજબૂત થાય છે તથા વજનમાં પણ ઘટાડો જોવા મળે છે.
પશ્રિમોત્તાસન કરવા માટે બન્ને પગને સીધા કરીને બેસી જાઓ.હવે હાથને ઉંચા કરો અને પગને પકડો અને માથાને ઘૂંટણ પર રાખો. 20 સેકન્ડ માટે આ સ્થિતિમાં રહો.
ભુંજગાસન હૃદયની નસોના બ્લોકેજ દૂર કરવા મદદ કરે છે. આ આસન કરવાથી પેટની સમસ્યાઓ પણ દૂર થાય છે.
ભુંજગાસન કરવા માટે પહેલા પેટના સહારે સૂઈ જાઓ. ત્યારબાદ તમારા હાથના પંજાને જમીન પર રાખો અને ધીરે ધીરે તેના સહારે શરીરને જમીન પરથી ઉપર લઈ જાઓ અને છત તરફ દેખો.