પ્રદુષિત હવામાં શ્વાસ નથી લઈ શકતા, તો કરો આ યોગાસન


By Hariom Sharma02, Nov 2023 02:10 PMgujaratijagran.com

હવાનું પ્રદુષણ

તહેવારોની સીઝનમાં અને ખાસ કરીને દીવાળીના સમયમાં હવામાં પ્રદુષણનું પ્રમાણ એકાએક વધી જતું હોય છે. જેથી કરીને લોકોમાં યોગ્ય પ્રમાણમાં શ્વાસ નઈ લઈ શકવાની સમસ્યા જોવા મળતી હોય છે.

શ્વાસ લેવામાં તકલીફ

હવાનાં પ્રદુષણનાં કારણે લોકોમાં શ્વાસ સંબધિત તથા ફેફડાની સમસ્યાઓ જોવા મળતી હોય છે. પ્રદુષણનું પ્રમાણ વધવાથી લોકોમાં આ સમસ્યાઓને લઈને ફરિયાદો ઉભી થાય છે.

યોગાસન

હવાનાં પ્રદુષણનાં પ્રભાવની તમારા શરીર પર ઓછી કરવા તમે કેટલાક યોગાસન રોજિંદા જીવનમાં સામેલ કરી શકો છો. યોગાસન શ્વાસ સંબધિત સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે.

કપાલભાતિ

ફેફડાઓને સ્વચ્છ રાખવા માટે કપાલભાતિ કરવામાં આવે છે. નિયમિતપણે કપાલભાતિ કરવાથી બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે.

You may also like

શું તમને ખબર છે ? શ્રેષ્ઠ રસોઈ બનાવવા માટે કયું ખાદ્ય તેલ વાપરવું જોઈએ, ચાલો જાણ

મૂળા સાથે આ 7 વસ્તુઓનું સેવન ક્યારેય ન કરતા, નહીં તો ગંભીર સમસ્યાનો ભોગ બની શકો

ભસ્ત્રિકા

હવાનાં પ્રદુષણથી પોતાના શરીરને બચાવવા માટે તમે ભસ્ત્રિકા પણ કરી શકો છો. ભસ્ત્રિકા ફેફડા સંબધિત સમસ્યાઓને દૂર કરે છે આ સાથે વધેલી પેટની ચરબી ઘટાડે છે.

ચક્રાસન

ચક્રાસનને નિયમિતપણે કરવાથી ફેફડાઓ સ્વસ્થ રહે છે, સાથે શરીરને અન્ય ઘણા બધા ફાયદા મળે છે.

સૂર્યનમસ્કાર

સૂર્યનમસ્કાર કરવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય સંબધિત લાભો થાય છે. જો તમે શ્વાસ સંબધિત કોઈપણ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે સૂર્યનમસ્કારને તમારા રોજિંદા જીવનમાં ચોક્કસથી સામેલ કરવું જ જોઈએ.

આવી અન્ય લાઈફસ્ટાઈલ સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ

ઘરમાં મચ્છરોથી છુટકારો મેળવવા માટે આ ઘરગથ્થુ ઉપચાર અજમાવો