આજકાલ મોટાભાગના લોકો કોલેસ્ટ્રોલની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તેનાથી છુટકારો મેળવવવા માટે યોગ્ય આહાર અને કસરત જરૂરી છે.
કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે કેટલાક જૂના ઘરગથ્થુ ઉપચાર છે, જેમ કે ચુરણ, ચટણી વગેરે ઉપયોગી છે.
તમને કે તમારા પરિવારમાં કોઈને કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો, આ ચટણી તમે ઘરે બનાવી શકો છો.
આ પીળી ચટણી બનાવવા માટે તમારે આમળા, કાચી હળદર, અને મધની જરૂર પડશે.
સૌ પ્રથમ હળદર, આમળાને એક મિક્ષર જારમાં નાખીને પીસી લો અને પછી તેમાં થોડુ મધ ઉમેરો.
આ ચટણી તમે સવારે નાસ્તામાં કે બપોરના ભોજનમાં ગમે ત્યારે ખાઈ શકો છો. દિવસમાં 2-3 વખત ઉપયોગમાં લેવાથી ફાયદો થશે.
કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે યોગ્ય આહાર લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ખોરાકની સાથે કસરત પણ જરૂરી છે, તેથી દરરોજ થોડું ચાલવું, જોગિંગ કરવું અથવા કસરત કરવી જોઈએ.
અહીં આપેલી માહિતી માત્ર સમાન્ય જ્ઞાન આધારીત છે, કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.