દરેક વ્યક્તિ કાળા અને લાંબા વાળ ઈચ્છે છે પરંતુ આજકાલ વધતું પ્રદૂષણ અનેક સમસ્યાઓનું કારણ બની રહ્યું છે.
વધતા જતા પ્રદૂષણથી સ્વાસ્થ્ય પર અસર કરે છે, પ્રદુષણને કારણે ત્વચા અને વાળની સમસ્યા પણ ઉભી થાય છે. જેમ કે વાળ નિર્જીવ અને શુષ્ક બની જાય અને ત્વચા કરાબ થઈ જાય છે.
તેનાથી બચવા માટે આ ઘરેલું ઉપાય અપનાવી શકાય છે તેનાથી વાળ મજબૂત અને જાડા બને છે. તેની સાથે વાળમાં ચમક પણ જળવાઈ રહે છે.
આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે કેળાના હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો. જેના કારણે વાળ પર પ્રદૂષણની અસર થતી નથી અને વાળ ચમકદાર બને છે.
તેને બનાવવા માટે કેળા, દૂધ અને મધની જરૂર પડશે. આ સિવાય ઓલિવ ઓઈલની પણ જરૂર પડશે.
આને બનાવવા માટે કેળાની છાલ કાઢીને તેને એક બાઉલમાં મિક્સ કરીને સારી રીતે મેશ કરો અને પછી તેમાં એક ચમચી મધ અને થોડું કાચું દૂધ ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો.
તેને સ્મૂધ બનાવવા માટે ઓલિવ ઓઈલ ઉમેરો અને માસ્ક સ્મૂધ ન થાય ત્યાં સુધી મિક્સ કરતા રહો.
તેનો ઉપયોગ કરવા માટે પહેલા વાળને સારી રીતે ધોઈ લો અને પછી તેને બ્રશની મદદથી સારી રીતે મિક્સ કરો. લગભગ અડધા કલાક સુધી તેને લગાવો અને પછી વાળને હૂંફાળા પાણીથી ધોઈ લો.
જીવનશૈલી સંબંધિત આવા વધુ સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.