ઠંડીમા શરીરને ગરમ બનાવી રાખવા માટે ખાઓ 7 વસ્તુઓ


By Prince Solanki19, Dec 2023 04:31 PMgujaratijagran.com

ઠંડી

ઠંડીમા બીમારીઓ થવાનુ જોખમ વધી જાય છે. જેને ઓછુ કરવા માટે ગરમ ખોરાક લેવો ખૂબ જ જરુરી છે. ચલો જાણીએ કે ઠંડીમા શરીરને ગરમ રાખવા માટે તમે ડાયટમા કંઈ વસ્તુઓને સામેલ કરી શકો છો.

મધ

ઠંડીમા થતી બીમારીઓથી બચવા માટે તમારે ગરમ ખોરાક ખાવો જરુરી છે, ત્યારે મધ શરીરને ઠંડીથી બચાવવા માટે મદદ કરે છે. તેનાથી ગરમ ખરાશ અને ઠંડીમા થતી અન્ય સમસ્યાઓથી બચી શકો છો.

ગોળ

ગોળ શરીરને અંદરથી ગરમ રાખે છે. ઠંડીમા ગોળને તમારા ડાયટમા જરુરથી સામેલ કરો. તેનાથી પાચન તદુરસ્ત અને રોગપ્રતિકારક શક્તિ વધારવામા મદદ કરે છે.

તજ

ઠંડીમા તજ ખૂબ જ ફાયદાકારક છે. તજનુ સેવન ઠંડીમા કરવાથી શરીર અંદરથી ગરમ અને મજબૂત બને છે.

કેસર

કેસર ખાવામા ગરમ ખોરાક છે, આ માટે તેનુ સેવન કરવુ શરીર માટે લાભદાયક હોય છે. તેને તમે દૂધમા ઉકાળીને રોજ પીવાથી ઠંડીમા શરીર પણ ગરમ રહે છે.

તલ

તલ બે પ્રકારના હોય છે, કાળા અને સફેદ. બન્ને શરીરને અંદરથી ગરમ રાખવામા મદદ કરે છે. તલની ચિક્કી અને લાડુ બનાવીને તમે ખાઈ શકો છો.

આદુ

ઠંડીમા આદુનુ સેવન કરવાથી શરીર ગરમ રહે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિમા પણ વધારો થાય છે.

ઘી

ઠંડીમા દેશી ઘી ખાવાથી સ્વાસ્થ્ય સંબધિત ફાયદા મળે છે. ઘીમા ફેટીક એસિડ હોય છે જે શરીરના અંદર અને બહારના તાપમાનને સંતુલિત રાખવામા મદદ કરે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

દરરોજ સવારે ગરમ પાણી પીવાથી મળશે અદ્દભૂત ફાયદા