વર્ષોથી બદામનો ઉપયોગ સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે કરવામાં આવતો રહ્યો છે. આમાં મળતા વિટામિન્સ, પોષકતત્ત્વો શરીરને ઘણી બધી સમસ્યાઓથી બચાવીને રાખે છે. જો રોજ ખાલી પેટ પર 4-5 પલાળેલી બદામ ખાવો છો તો આ અઢળક સ્વાસ્થય મેળવી શકો છો
બાદમાં ડાયેટરી ફાઇબર જે સ્વસ્થ પાચનને પ્રોત્સાહન આપે છે અને પાચનશક્તિ ઝડપી બનાવે છે
જો તમે સવારે ખાલી પેટે 4- 5 બદામનું સેવન કરો છો તો શરીરમાં પોષક તત્વોનું શોષણ વધી શકે છે.
બદામ બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે પણ ઘણું ફાયદાકારક છે. આમાં રહેલું હેલ્ધી ફેટ, પ્રોટીન અને ફાઇબર બ્લડ સુગરના સ્તરને સ્થિર કરવામાં મદદ કરે છે.
બદામને ખાલી પેટે ખાવાથી શરીરને પૂરતા પ્રમણમાં ઉર્જા મળી રહે છે.
ખાલી પેટે બદામ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ભૂખ નથી લાગતી જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
ખાલી પેટે તેનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવામાં અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ મળી શકે છે.
કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસથી ભરપૂર બદામ મજબૂત અને હાડકાંને સ્વસ્થ રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.