ભારતમાં પૌરાણિક માન્યતા પ્રમાણે, રાતના સમયે વાળ ખુલ્લા રાખીને સૂવુ અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધી જવાનું જોખમ રહે છે.
રાતના સમયે વાળ ખુલ્લા રાખીને સૂવાથી ઘરમાં ખરાબ શક્તિનો વાસ થાય છે અને પોઝિટિવ એનર્જી ક્રમશઃ ઓછી થાય છે. આથી મહિલાઓએ હંમેશા વાળ બાંધીને સૂવું જોઈએ.
ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓએ રાતના સમયે વાળ ખુલ્લા રાખીને ના સૂવું જોઈએ, કારણ કે તેને પરંપરાની વિરુદ્ધ માનવામાં આવે છે.
શાસ્ત્રો પ્રમાણે, રાતે વાળ ખુલ્લા રાખીને સૂવાને ખોટું માનવામાં આવે છે, કારણ કે તેને શોક કે દુ:ખના પ્રતિક તરીકે જોવામાં આવે છે.
વાળ ખુલ્લા રાખીને સૂવાથી વાળ ખરવા અને ગુંચની સમસ્યા વકરી શકે છે. જેના પરિણામે વાળ નબળા થઈ શકે છે.
ખુલ્લા વાળના કારણે માથા પર દબાણ વધે છે. જેનાથી માથામાં દુખાવો અને તણાવની સમસ્યાનો ખતરો વધી જાય છે.
રાતે વાળને ખુલ્લા રાખીને સૂવાથી તેમાં કચરો ભરાઈ જાય છે. જેના કારણે સ્કેલ્પને નુકસાન થવા સાથે ડેન્ડ્રફની સમસ્યા વધી શકે છે.