ધાર્મિક દ્રષ્ટિએ કાળા રંગને નકારાત્મક ઉર્જા સાથે સાંકળીને જોવામાં આવે છે. શુભ કામમાં કાળા રંગના કપડા પહેરવાથી નકારાત્મક્તા વધી જાય છે.
ધાર્મિક માન્યતા કહે છે કે, કાળા રંગના વસ્ત્રો પહેરવાથી વિચાર અને સ્વભાવમાં ક્યાંકને ક્યાંક નેગેટિવિટી હાવી થવા લાગે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં કાળા રંગને પાપ ગ્રહ એટલે કે રાહુ ગ્રહ સાથે સાંકળીને જોવામાં આવે છે. શુભ કાર્યમાં કાળા કપડા પહેરવાથી રાહુની ખરાબ નજર પડે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર પણ ઘરમાં કાળા રંગનો ઉપયોગ કરવાની મનાઈ છે. કાળા વસ્ત્રો પહેરવાથી લઈને ઘરમાં કાળા રંગની વસ્તુઓ રાખવાની મનાઈ છે.
વાસ્તુ શાસ્ત્રમાં કાળા રંગને શક્તિ, ઔપચારિક્તા, મૃત્યુ, શોક જેવા ભાવોને જન્મ દેનાર ગણાવવામાં આવ્યો છે.
સાઈકોલૉજી કહે છે કે, કાળા કપડા પહેરવાનું લોકો એટલા માટે પસંદ કરે છે, કારણ કે બ્લેક કલર પાવર અને ક્લાસને દર્શાવે છે.
સાઈકોલૉજી કાળા રંગને નેગેટિવ એનર્જી સાથે નથી સાંકળતી, પરંતુ તેમના મુજબ બ્લેક કલર પહેરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે.