દૂધીના જ્યૂસમાં ફાઈબર, ફાસ્ફોરસ, એન્ટી ઑક્સિડેન્ટ, વિટામિન A, વિટામિન C, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, જિંક, પોટેશિયમ અને પ્રોટીન જેવા પોષક તત્વો મળી આવે છે.
દૂધીનું જ્યૂસ પોષક તત્વોથી ભરપુર હોવા છતાં કેટલાક લોકો માટે તે નુકસાનકારક નીવડી શકે છે. તો ચાલો કોણે દૂધીનું જ્યૂસ ના પીવું જોઈએ.
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, કિડની સબંધિત સમસ્યાઓમાં દૂધીનું જ્યૂસ ના પીવું જોઈએ. જેમાં રહેલ પાણી કિડનીની સમસ્યાને વધારી શકે છે.
જે લોકોને કાયમ પેટ સબંધિત તકલીફ રહેતી હોય, તેમણે પણ દૂધીનું જ્યૂસ પીવાનું ટાળવું જોઈએ. આ લોકો દૂધીનું જ્યૂસ પીવે, તો તેમને ઝાડા-ઉલટીની સમસ્યા વકરી શકે છે.
અનેક રિસર્ચમાં સામે આવ્યું છે કે, પ્રેગ્નેન્ટ મહિલાઓએ પણ દૂધીનું જ્યૂસ પીવાથી દૂર રહેવું જોઈએ. દૂધીમાં રહેલ ઑક્સલેટ નામનું તત્વ ગર્ભસ્થ શિશુને નુક્સાન પહોંચાડી શકે છે.
જો તમને કડવી વસ્તુઓની એલર્જી હોય, તો તમારા માટે દૂધીનું જ્યૂસ હાનિકારક નીવડી શકે છે. આવા લોકોને દૂધીનું જ્યૂસ પીવાથી હાથ-પગમાં સોજા આવે છે.
જે લોકો લોહી પાતળું કરવાની દવા લેતા હોય, તેમણે પણ દૂધીનું જ્યૂસ પીવાથી બચવું જોઈએ, કારણ કે તેમાં વિટામિન C અને ફ્લેવોનૉયડ્સ મળી આવે છે, જે લોહી વધારે પાતળું કરવાનું કામ કરે છે.
દૂધીના જ્યૂસમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર મળી આવે છે. આથી જે લોકોને કબજિયાતની સમસ્યા હોય, તેમણે ભૂલથી પણ દૂધીનું જ્યૂસ ના પીવું જોઈએ.