હિંદુ ધર્મમાં રક્ષાબંધનના તહેવારનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે. આજે અમે તમને જણાવીશું કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભદ્રાકાળમાં રાખડી કેમ નથી બાંધવામાં આવતી અને તેનાથી શું નુકસાન થઈ શકે છે.
ભદ્રાકાળમાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ભદ્રાકાળમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
લોકમાન્યતાઓ અનુસાર રાવણની બહેન શૂર્પણખાએ પણ ભદ્રાકાળમાં જ રાખડી બાંધી હતી. આનું પરિણામ રાવણના સર્વનાશ અને અંતના રૂપમાં આવ્યું, જે દુનિયા જાણે છે.
ભદ્રાકાળનો સમય અશુભ ગણવામાં આવે છે. આ સમયમાં કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે. એવું માનવામાં આવે છે કે ભદ્રાકાળમાં કરવામાં આવેલ કોઈપણ કાર્ય સફળ થતું નથી. ભદ્રાકાળમાં રાખડી બાંધવાથી જીવનમાં દુર્ભાગ્ય આવી શકે છે.
ભદ્રાકાળમાં રાખડી બાંધવાથી બચવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જો કોઈ ભદ્રાકાળમાં રાખડી બાંધે છે તો ભાઈ-બહેનના સંબંધોમાં અવરોધો આવી શકે છે. આ ઉપરાંત બંનેના જીવનમાં સમસ્યાઓ પણ આવી શકે છે.
ભદ્રાકાળમાં રાખડી બાંધવી શુભ માનવામાં આવતી નથી. લોક માન્યતા છે કે ભદ્રાકાળમાં રાખડી બાંધવાથી ઘરમાં સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે.