ગુરુ પૂર્ણિમા કેમ મનાવવામાં આવે છે? જાણો મહત્વ


By Kajal Chauhan09, Jul 2025 04:35 PMgujaratijagran.com

ગુરુ પૂર્ણિમા એ હિન્દુ ધર્મનો ખૂબ જ પવિત્ર તહેવાર છે, જે ગુરુ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા દર્શાવવા માટે ઉજવવામાં આવે છે.

ગુરુ પૂર્ણિમા

ગુરુ પૂર્ણિમા 10 જુલાઈના રોજ છે. તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે અને તે મહર્ષિ વેદ વ્યાસની જન્મજયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે.

મહર્ષિ વેદ વ્યાસ

પૂર્ણિમાના દિવસે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ પણ થયો હતો. તેમણે વેદોનું વર્ગીકૃત કર્યા અને મહાભારતની રચના કરી. તેઓ ભગવાન વિષ્ણુના 24 અવતારોમાંના એક છે.

ગુરુનું મહત્વ

ગુરુ પૂર્ણિમા ફક્ત વેદવ્યાસજીનો જન્મદિવસ જ નથી, પરંતુ જીવનમાં ગુરુની ભૂમિકાને સમજવા અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પણ એક મહત્વપૂર્ણ દિવસ છે, જે દરેકને જ્ઞાન, શિસ્ત અને આધ્યાત્મિક પ્રગતિ તરફ પ્રેરણા આપે છે.

ભારતીય સંસ્કૃતિમાં દરજ્જો

ભારતીય સંસ્કૃતિમાં ગુરુને દેવતાઓ કરતાં પણ ઉચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે. એક પ્રખ્યાત શ્લોક કહે છે - ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ: ગુરુર્દેવો મહેશ્વરઃ। ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મા તસ્મૈ શ્રીગુરુવે નમઃ

શ્વોકનો અર્થ

શ્વોકનો અર્થ એ છે કે ગુરુ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેટલા જ પૂજનીય છે. તેઓ ફક્ત શાસ્ત્રોનું જ્ઞાન જ નથી આપતા, પણ આત્માને જાગૃત પણ કરે છે અને મુક્તિનો માર્ગ પણ બતાવે છે. આ જ કારણ છે કે ગુરુ વિના કોઈપણ શિષ્યની પ્રગતિ અધૂરી માનવામાં આવે છે.

Sawan 2025: શ્રાવણ મહિનામાં ઘરમાં કયો છોડ લગાવવો જોઈએ?