દર વર્ષે 22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે.
આ દિવસને આંતરરાષ્ટ્રીય મધર અર્થ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ દિવસ પર્યાવરણ સંરક્ષણ માટે લોકોને જાગૃત કરવાના હેતુથી ઉજવવામાં આવે છે.
1969માં યુનેસ્કોની પરિષદમાં સૌપ્રથમવાર શાંતિ કાર્યકર્તા જ્હોન મેકકોનેલે પૃથ્વી દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો.
અમેરિકામાં સૌપ્રથમ 22 એપ્રિલ, 1970ના રોજ તેની ઉજવણી કરવામાં આવી હતી.
1990માં ડેનિસ હેઝે વૈશ્વિક સ્તરે આ દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
આ ઉજવણીમાં કુલ 141 જેટલા દેશો જોડાયા હતા.
વર્ષ 2016માં પૃથ્વી દિવસને જળવાયુ સંરક્ષણ માટે સમર્પિત કરવામાં આવ્યો હતો.