Benefits Of Figs: સ્ત્રીઓ માટે અંજીર કેમ અમૃત છે, જાણો તેના ફાઇવસ્ટાર ફાયદા વિશે


By Vanraj Dabhi13, Jan 2025 10:32 AMgujaratijagran.com

અંજીરનું સેવન

અંજીરનું સેવન સ્વાસ્થ્ય માટે અમૃત માનવામાં આવે છે. તેથી સ્ત્રીઓએ તેના આહારમાં અંજીરનો સમાવેશ કરવો જ જોઈએ.

પોષક તત્વો

અંજીરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, મેંગેનીઝ, ફાઈબર, વિટામિન બી6 અને ઓમેગા 3 ફેટી એસિડ સારી માત્રામાં જોવા મળે છે.

નબળી રોગપ્રતિકારક શક્તિ

જો સ્ત્રીઓની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેણે અંજીર ખાવું જોઈએ, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે.

સ્થૂળતાથી રાહત આપે

સ્થૂળતાથી પીડિત કોઈપણ સ્ત્રીઓએ તેના આહારમાં અંજીરનો સમાવેશ કરવો જોઈએ, કારણ કે તે ઓછી કેલરીવાળો ખોરાક છે, જે સ્થૂળતાને ઘટાડે છે.

હાડકાં મજબૂત બનાવે છે

જો મહિલાઓ દરરોજ અંજીરનું સેવન કરે છે તો તેમના હાડકા મજબૂત રહે છે.

પાચન સમસ્યાઓ

જે મહિલાઓને પાચન સંબંધી સમસ્યા હોય તેણે પણ અંજીરનું સેવન કરવું જોઈએ, જે પાચનને સુધારે છે.

ડાયાબિટીસ કંટ્રોલ કરે

પુરુષો કે સ્ત્રીને ડાયાબિટીસના દર્દીઓ માટે અસરકારક છે. જે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે.

વાંચતા રહો

તેથી અંજીરનું સેવન સ્ત્રીઓ માટે અમૃત છે. આરોગ્ય સંબંધિત વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચથા રહો.

Side Effects Of Carrot: આ લોકોએ ભૂલથી પણ ગાજર ન ખાવું જોઈએ, જાણો તેના નુકસાન