હિન્દુ ધર્મમાં હનુમાનજીને કળયુગના દેવતા કહેવામાં આવે છે. આ સાથે જ બજરંગબલીને ભગવાન શિવનો અવતાર પણ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ હનુમાનજીને નારિયેળ કેવી રીતે ચઢાવવું જોઈએ
હનુમાનજીને નારિયેળ મંગળવાર અથવા શનિવારે ચઢાવવું સારું માનવામાં આવે છે. જેનાથી તે પ્રસન્ન થાય છે.
હનુમાનજીને નારિયેળ ચઢાવવાથી મનોકામના પૂર્ણ થાય છે અને તે પોતાના ભક્ત પર કૃપા વરસાવે છે.
હનુમાનજીને નારિયેળ ચઢાવતા પહેલા સિંદૂર લગાવવું જોઈએ. જે બાદ નારિયેળ ચઢાવવું જોઈએ. હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં હનુમાનજીને સિંદુર લગાવ્યા બાદ નારિયેળ ચઢાવવું શુભ માનવામાં આવે છે.
જો જીવનમાં આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોવ, તો હનુમાનજીને નારિયેળ વધેરીને ચઢાવવું જોઈએ. આ સાથે જ નારિયેળનું પાણી દાદાને અર્પણ કરવું જોઈએ.
લાલ કપડામાં નારિયેળ બાંધીને અર્પણ કરવાથી હનુમાન દાદાની કૃપા પ્રાપ્ત થાય છે. આ સાથે જ તમારા દુ:ખ દૂર થાય છે.
મંગળવાર અને શનિવારના દિવસે નારિયેળનું તેલ ચઢાવ્યા બાદ હનુમાન ચાલિસાનો પાઠ કરો અને તેમનું ધ્યાન ધરો.