રૂદ્રાક્ષ ધારણ કરવાથી શરીરને અનેક પ્રકારના ફાયદા છે. જ્યારે કેટલાક લોકો એવા પણ હોય છે, જેમણે રુદ્રાક્ષ ધારણ કરવાથી ટાળવું જોઈએ. તો ચાલો જાણીએ કેવા લોકોએ રૂદ્રાક્ષ ના પહેરવો જોઈએ.
રૂદ્રાક્ષ શિવજીને ખૂબ જ પ્રિય છે. રુદ્રાક્ષની માળા ધારણ કરવાથી શિવની કૃપા કાયમ મળતી રહે છે.
જે લોકો માંસનું સેવન કરતા હોય, તેમણે ઋદ્રાક્ષની માળા ના પહેરવી જોઈએ. રૂદ્રાક્ષને ધારણ કરનારા લોકોએ ધુમ્રપાન અને માંસ-મદીરાનું સેવન ના કરવું જોઈએ.
ગર્ભવતી મહિલાઓએ રૂદ્રાક્ષ ધારણ કરવાથી બચવું જોઈએ. જો કોઈ મહિલાને રુદ્રાક્ષ ધારણ કરવાની સલાહ આપવામાં આવી હોય, તો બાળકના જન્મથી સુતક કાળ સમાપ્ત થવા સુધી તેને ઉતારી દેવો જોઈએ.
અનેક લોકો રાતે સૂતા સમયે રૂદ્રાક્ષને ધારણ કરીને રાખે છે. જ્યારે આમ ના કરવું જોઈએ. સૂતા સમયે રૂદ્રાક્ષને તકિયાની નીચે રાખી દેવો જોઈએ. આમ કરવાથી મન પણ શાંત રહે છે.
જો તમે કોઈના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ રહ્યા હોવ, તો રૂદ્રાક્ષને ઉતારી દેવો જોઈએ, નહીંતર રૂદ્રાક્ષ અશુદ્ધ થઈ જાય છે.
રૂદ્રાક્ષને હંમેશા લાલ અથવા પીળા રંગના દોરામાં ધારણ કરવો જોઈએ. રૂદ્રાક્ષ પહેરવા માટે કાળા દોરાનો ઉપયોગ ના કરવો જોઈએ.