Multani Mitti: કોણે મુલતાની માટી ન લગાવવી જોઈએ


By Vanraj Dabhi17, Sep 2024 10:18 AMgujaratijagran.com

મુલતાની માટી

મુલતાની માટી ત્વચા પર કુદરતી ક્લીનઝરની જેમ કામ કરે છે. તેને લગાવવાથી ત્વચા ખીલ મુક્ત અને ચમકદાર બને છે, પરંતુ મુલતાની માટી કેટલાક લોકો માટે નુકસાનકારક પણ હોઈ શકે છે. ચાલો જાણીએ.

શુષ્ક ત્વચા

જે લોકોના ત્વચા શુષ્ક હોય તેમને ભૂલથી પણ ચહેરા પર મુલતાની માટી ન લગાવવી. આનાથી ત્વચા પહેલા કરતા વધુ શુષ્ક અને નિર્જીવ દેખાશે.

સંવેદનશીલ ત્વચા

જે લોકોની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય તેમને પણ મુલતાની માટી ન લગાવવી જોઈએ. તેનાથી ચહેરા પર નીરસતા અને ફોલ્લીઓ થઈ શકે છે.

રોજ ન લગાવવી

મુલતાની માટીના ફાયદાઓ જાણીને ઘણા લોકો તેનો રોજ ઉપયોગ કરે છે, પરંતુ આવું કરવાથી ત્વચાને નુકસાન થઈ શકે છે. તેથી વિકમાં એક જ વખત તેનો ઉપયોગ કરો.

શરદી અને ઉધરસ

શરદી અને ઉધરસની સમસ્યા દરમિયાન પણ મુલતાની માટીનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે તેની તાસીર ઠંડી હોય છે. તે સમસ્યા વધારી શકે છે.

શ્વાસની તકલીફ

અસ્થમા કે શ્વાસ લેવામાં તકલીફ હોય તેમણે પણ મુલતાની માટીનો ઉપયોગ ટાળવો જોઈએ. તેનાથી આ સમસ્યાઓમાં વધારો થઈ શકે છે.

આ રીતે લગાવો

મુલતાની માટી સીધી ત્વચા પર લગાવવાથી ત્વચા શુષ્ક થઈ શકે છે, તેથી તેમાં દહીં, મધ અને બદામનું તેલ મિક્સ કરીને ચહેરા પર લગાવો.

કરચલીઓમાં વધારો કરે

માત્ર ચહેરા પર મુલતાની માટી લગાવવાથી ત્વચા પર ખેંચાણ આવે છે, જેનાથી તમારી ત્વચા પર કરચલીઓ પડી શકે છે. તેથી મુલતાની માટીને કાઢીને ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાનું ભૂલશો નહીં.

વાંચતા રહો

આ વાતોનું ધ્યાન રાખજો, સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Cleaning Tips: બચેલી ચાની પત્તી ફેંકવાને બદલે આ રીતે ફરી વાર ઉપયોગ કરો