શિયાળામાં તલનું સેવન સ્વાસ્થ્ય માટે વરદાન રુપ છે, પરતું કેટલાક લોકોને તલ કે તલના લાડુનું સેવન કરવાથી પરેશાની થઈ શકે છે.
જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે તલના લાડુનું સેવન ટાળવું જોઈએ. તલના લાડુ ગોળમાંથી બને છે, જે બ્લડ શુગર લેવલ વધારી શકે છે.
જો તમારું વજન વધારે હોય તો પણ તમારે તલના લાડુ ખાવાનું ટાળવું જોઈએ. તેનાથી તમારું વજન વધી શકે છે.
જો શરીરમાં બીપીનું સ્તર લો રહે છે, તો તેમને તલના લાડુ ખાવાનું ટાળવું જોઈએ. તલમાં બીપી ઘટાડવાના ગુણ હોય છે.
જો શરીરમાં સોજો આવી ગયો હોય તો પણ તલના લાડુનું સેવન ન કરવું જોઈએ. તલના લાડુમાં હાજર ગોળમાં સુક્રોઝ જોવા મળે છે, જે શરીરમાં સોજો વધારે છે.
જો પાચનતંત્ર નબળું હોય તો તલનું સેવન ન કરવું જોઈએ.તેના વધુ સેવનથી કબજિયાત, ઝાડા વગેરે થઈ શકે છે.
કેટલાક લોકોને તલની એલર્જી હોય તેમણે તલનું સેવન ટાળવું જોઈએ. તલનું સેવન પણ નુકસાનકારક બની શકે છે.
આયુર્વેદ અનુસાર,તલના વધુ પડતા સેવનથી પિત્ત અસંતુલિત થઈ જાય છે. આ માસિક સ્રાવ દરમિયાન વધુ પડતા રક્તસ્રાવનું કારણ બની શકે છે. તમને પીરિયડ્સ દરમિયાન હોટ ફ્લૅશ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
એક દિવસમાં 5 ગ્રામ સુધી તલનું સેવન કરવું સલામત છે. તેનાથી વધુ સેવન પણ નુકસાનકારક હોઈ શકે છે.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.