જાણો ક્યારે પનીર ના ખાવું જોઈએ?


By Sanket M Parekh2023-05-19, 16:07 ISTgujaratijagran.com

બ્લડ પ્રેશર વધવા પર

પનીર ખાવું આમ તો સ્વાસ્થ્ય માટે સારું છે, પરંતુ વધારે પડતા તેના સેવનથી બ્લડ પ્રેશર વધી જાય છે. આથી હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ તેનું સેવન ઓછું કરવું જોઈએ.

કોલેસ્ટ્રૉલ લેવલ વધવા પર

જો કોલેસ્ટ્રૉલ લેવલ વધેલું છે અથવા હાર્ટ સબંધી કોઈ બીમારી હોય, તો પનીરનું સેવન કરવાનું ટાળો, કારણ કે તેમાં ફેટનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય છે.

પાચન ક્રિયામાં ગરબડ થવા પર

જો ગેસ તેમજ બ્લોટિંગની સમસ્યા છે, તો પનીરનું સેવન કરવાથી બચવું જોઈએ, કારણ કે પનીરમાં ભરપુર પ્રોટીન હોય છે, જે તમારી સમસ્યા વધારી શકે છે.

ઈન્ફેક્શનમાં ના ખાવ

જો તમને કોઈ પણ પ્રકારનું ઈન્ફેક્શન છે, તો કાચુ પની ખાવાથી બચવું જોઈએ, કારણ કે તેનાથી સમસ્યા વધારે વકરી શકે છે.

રાતે ના ખાવ

જો પાચનની સમસ્યા છે, તો રાતે પનીરનું સેવન કરવાથી બચવું જોઈએ, કારણ કે તેનાથી એસીડિટીની સમસ્યા વધી શકે છે.

પીરિયડ્સ દરમિયાન

પીરિયડ્સ દરમિયાન પનીર, ક્રીમ વગેરેનું સેવન કરવાનું ટાળો. હકીકતમાં પનીરમાં એરાકિડોનિક એસિડ હોય છે, જે પીરિયડ્સ ક્રેમ્પ્સને વધારી શકે છે.

પુરી તળ્યા બાદ વધેલા તેલનો આ રીતે કરો ઉપયોગ