મગ ઘણા પોષક તત્વોથી ભરપૂર છે.તેનું સેલન કરવાના ફાયદા વિશે તો અવારનવાર સાંભળ્યું હશે, આજે અમે તમને મગ ખાવાના ગેરફાય વિશે જણાવીશું.
મગમાં પ્રોટીન, નાઈટ્રોજન, ફોસ્ફરસ, મેગ્નેશીયમ, સલ્ફર વિટામિન એ, બી, સી અને ઈ, પોટેશિયમ વગેરે પોષક તત્વો જોવા મળે છે.
મગમાં ફાઈબર મોટી માત્રામાં હોય છે. તેથી ગેસ અથવા પેટ ફૂલવાની સમસ્યા દરમિયાન મગ ખાવાનું ટાળવું જોઈએ.
બ્લડ પ્રેશરની સમસ્યા દરમિયાન મગ ખાવાનું ટાળવું જોઈએ. તેનું સેવન કરવાથી તમારી સમસ્યા વધી શકે છે.
જે લોકોને કિડની સ્ટોનની સમસ્યા હોય તેમણે પણ મગ ન ખાવા જોઈએ.
બ્લડ શુગર લેવલ ઓછું રહતું હોય, તો મગનું સેવન ન કરવું જોઈએ, મગ શુગર લેવલને વધુ ઘટાડી શકે છે.
મગમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે. જેના કારણે શરીરમાં યુરિક એસિડનું સ્તર વધે છે.
જો તમારું કેરાટીન લેવલ વધારે હોય, તો તમારે મગનું સેવન ટાળવું જોઈએ.
કોઈપણ વસ્તુનું સેવન યોગ્ય માત્રામાં જ કરવું જોઈએ. વધુ મગ ખાવાથી ઝાડા, ચક્કર, ઉબકા વગેરે જેવી સમસ્યાઓ થવાનું જોખમ રહે છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.