કોણે ઈંડા ન ખાવા જોઈએ?


By Vanraj Dabhi28, Jun 2025 12:29 PMgujaratijagran.com

ઈંડાનું સેવન

ઈંડાને પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે છે, પરંતુ કેટલીક પરિસ્થિતીમાં તેનું સેવન નુકસાનકારક પણ થઈ શકે છે.

હૃદય રોગ

ઈંડાના પીળા ભાગમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય છે, જે હૃદયના દર્દીઓ માટે હાનિકારક છે.

ડાયાબિટીસ

અભ્યાસો અનુસાર, ઈંડાનું વધુ પડતુ સેવન ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે.

એલર્જી

કેટલાક લોકોને ઈંડાથી એલર્જી હોય છે, જે ત્વચા અને શ્વસન સમસ્યાઓનું કારણ બની શકે છે.

પાચન સમસ્યા

ઈંડા ખાવાથી પાચનતંત્ર પર અસર થઈ શકે છે, ખાસ કરીને જો તમને IBS (ઈરરીતબલે બોવેલ સિન્ડ્રોમ)હોય.

કિડની રોગ

ઈંડામાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે, જે કિડનીની સમસ્યાઓનું ભારણ વધારી શકે છે.

સંધિવા

ઈંડામાં એરાકિડોનિક એસિડ હોય છે, જે સંધિવાના દુખાવા અને બળતરામાં વધારો કરી શકે છે.

બાયોટિનની ઉણપ

કાચા ઈંડા ખાવાથી બાયોટિનની ઉણપ થઈ શકે છે.

પ્રોસ્ટેટ કેન્સર

કેટલાક સંશોધનો અનુસાર, ઈંડાનું વધુ પડતું સેવન પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધારી શકે છે.

નોંધ

સ્વાસ્થ્ય સમસ્યાઓના કિસ્સામાં ઈંડાનું સેવન મર્યાદિત કરો અને ડોક્ટરની સલાહ લો.

દરરોજ હિંગ ખાવાથી પુરુષોને આટલા ફાયદા થાય છે