તમે પરાઠા, શાક, ભજીયા અને અથાણું જેવી વાનગી બનાવીને પણ ફુલાવર ખાઈ શકો છો. ફુલાવર વિટામિન A, B, C, પ્રોટીન અને પોટેશિયમ જેવા પોષક તત્વો ભરપુર પ્રમાણમાં મળી આવે છે. જેને ખાવાથી શરીરને જરૂરી ન્યુટ્રીએન્ટ્સ મળે છે, જે શરીરને સ્વસ્થ રાખે છે. જો કે કેટલીક કન્ડિશનમાં ફુલાવર ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે.
ફુલાવરથી પેટ સબંધિત સમસ્યા જેવી કે ગેસ અને એસિડિટીની તકલીફ વધી શકે છે. ફુલાવરમાં કેટલાક કાર્બોહાઈડ્રેટ્સ હોય છે, જે ડાઈઝેશન પર વિપરિત અસર કરે છે.
જે લોકોને થાઈરૉઈડની સમસ્યા હોય, તેમણે ફુલાવર ખાવાનું ટાળવું જોઈએ. ફુલાવરમાં આયોડિન પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે થાઈરૉઈડને વિપરિત અસર કરે છે. ફુલાવર ખાવાથી T3 અને T4 હોર્મોનનું લેવલ વધી શકે છે.
ફુલાવરમાં કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે કિડની અને ગૉલ બ્લેડરમાં પથરીની સમસ્યા વધારી શકે છે. જેને ખાવાથી યુરિક એસિડ પણ વધી જાય છે. જે પથરીના દર્દીઓ માટે ખરાબ હોય છે.
પ્રેગ્નેન્સી દરમિયાન ફુલાવર ખાવાથી પેટમાં ગેસ, કબજિયાત અને એસિડિટીની સમસ્યા વકરી શકે છે. આ ઉપરાંત સ્તનપાન કરાવતી મહિલાઓએ પણ ફુલાવર ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી બાળકના પેટમાં દુખાવો થઈ શકે છે.
જે લોકો લોહી પાતળું કરવાની દવા લેતા હોય, તેમણે ફુલાવર ખાવાથી બચવું જોઈએ. ફુલાવરમાં રહેલ પોટેશિયમથી લોહી ગાઢ થાય છે. જેના પરિણામે સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે.
ઉપરોક્ત સમસ્યા હોય તો ફુલાવર ખાવાનું ટાળવું જ જોઈએ. આમ છતાં જો ખાવું પડે તેમ હોય તો ડોક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.