તુલસીની ચા કોણે ન પીવી જોઈએ ?


By Kajal Chauhan25, Jan 2025 05:46 PMgujaratijagran.com

ગર્ભવતી મહિલાઓ

ગર્ભવતી મહિલાઓએ તુલસીની ચા પીવાથી બચવું જોઈએ. તેમાં એવા કેટલાક તત્વો હોય છે. જે ગર્ભાવસ્થામાં સમસ્યા ઉભી કરી શકે છે.

સ્તનપાન કરાવતી મહિલાઓ

જે મહિલાઓ નાના બાળકોને સ્તનપાન કરાવી રહી છે. તેમણે પણ તુલસીની ચાથી દૂર રહેવું જોઈએ. તે માના દૂધની ગુણવત્તાને અસર કરી શકે છે.

ડાયાબિટીસના દર્દીઓ

તુલસીની ચામાં શુગરને કંટ્રોલ કરવાની ક્ષમતા હોય છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓ કે જે દવાઓ લઈ રહ્યા છે. તેમણે તુલસીની ચાનું સેવન ન કરવું જોઈએ.

બ્લડ પ્રેશરના દર્દીઓ

જો કોઈ વ્યક્તિને બ્લડ પ્રેશરની સમસ્યા છે તો તેણે તુલસીની ચા પીવાથી બચવું જોઈએ.

એલર્જી

કેટલાક લોકોને એલર્જી હોય છે. જેમ કે ખંજવાળ, શ્વાસની તકલીફ તો તેમણે પણ તુલસીની ચાનું સેવન ન કરવું જોઈએ.

હોર્મોન્સનું અસંતુલન

જે લોકોમાં હોર્મોન્સ સંતુલનની સમસ્યા છે. તેમણે તુલસીની ચા પીતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Barley Water Benefits: સવારે ખાલી પેટ જવનું પાણી પીવાના ફાયદા