કપાલભાતિ સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે, પરંતુ કેટલાક લોકો માટે તે હાનિકારક નીવડી શકે છે. AIIMS દ્વારા કરવામાં આવેલા રિસર્ચ પ્રમાણે જોઈએ તો, કઈ પરિસ્થિતિમાં કપાલભાતિ પ્રાણાયામ કરવાનું ટાળવું જોઈએ
હાઈબ્લડ પ્રેશરના દર્દીઓએ પ્રાણાયામ સાવધાનીપૂર્વક કરવું જોઈએ. અચાનક ઝડપથી શ્વાસ છોડવાના કારણે બ્લડ પ્રેશર વધી શકે છે. આથી બ્લડ પ્રેશરના દર્દીઓએ આ પ્રાણાયમ ખૂબ જ સાવધાની પૂર્વક કરવું જોઈએ.
ગર્ભવતી મહિલાઓએ પણ કપાલભાતિ કરવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ, કારણ કે તે પેટ પર દબાણ વધારે છે. જેના પરિણામે ગર્ભસ્થ શિશુને નુકસાન પહોંચી શકે છે.
જો તમને પેટ સબંધિત સમસ્યા જેમ કે અલ્સર, હર્નિયા, એસિડીટી કે અપચો હોય, તો તમારે પણ આ પ્રાણાયામ કરવાથી દૂર રહેવું જોઈએ, કારણ કે કપાલભાતિ તમારી સમસ્યા વધારી શકે છે.
તાજેતરમાં જ પેટ કે હાર્ટ સબંધિત ઑપરેશન કરાવ્યું હોય, તો તેવા દર્દીઓએ પણ કપાલભાતિ પ્રાણાયામ ના કરવું જોઈએ. જે ટાંકા પર દબાણ વધારી શકે છે, જેના પરિણામે દુખાવો વધે છે.
જો તમને નબળાઈ કે સતત થાકનો અહેસાસ રહેતો હોય, તો તમારે કપાલભાતિ પ્રાણાયામ ના કરવો જોઈએ, કારણ કે તે શરીરની વધારે પડતી એનર્જીનો ઉપયોગ કરે છે.
જો તમને વારંવાર ચક્કર આવવા અને માથામાં દુખાવો રહેતો હોય, તો તમારે કપાલભાતિ કરવાથી બચવું જોઈએ, કારણ કે તે તમારી તમારી તકલીફ વધારી શકે છે.
જો તમને અસ્થમા કે શ્વાસ સબંધિત કોઈ સમસ્યા હોય, તો તમારે પ્રાણાયામ કરતી વખતે ખૂબ જ તકેદારી રાખવી જોઈએ, કારણ કે કપાલભાતિ કરવાથી અચાનક શ્વાસ ચડવા માંડે છે.