શિયાળાની ઋતુ શરૂ થતાની સાથે જ માર્કેટમાં ગાજરનું વેચાણ થવા લાગે છે. શિયાળામાં મોટાભાગના લોકો ગાજર પરાઠા, હલવો, અથાણું અને સંભારાનું સેવન કરવાનું પસંદ કરે છે.
ગાજરમાં વિટામિન A, ફાઈબર, બીટા-કેરોટીન અને એન્ટીઓક્સીડેન્ટ જેવા ઘણા પોષક તત્વો હોય છે.
ગાજરનું સેવન કેટલાક લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવો, જાણીએ કે કયા લોકોએ ગાજર ન ખાવું જોઈએ?
ગાજરનું સેવન કેટલાક લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. વધુ માત્રામાં ગાજરનું સેવન કરવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
ડાયાબિટીસના દર્દીઓએ ગાજરનું સેવન ટાળવું જોઈએ. તેમાં પ્રાકૃતિક સુગરનું પ્રમાણ વધારે હોવાથી તેનું વધુ પડતું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ વધી શકે છે.
જે લોકો પેટ સંબંધિત સમસ્યાઓથી પરેશાન હોય તેમણે ગાજરનું સેવન ટાળવું, તેમાં ઉચ્ચ માત્રામાં ફાઈબર હોવાથી તે ગેસ, કબજિયાત, અપચો અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ થઈ શકે છે.
સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ ગાજરનું સેવન ટાળવું જોઈએ. તેના સેવનથી દૂધનો સ્વાદ બદલાઈ શકે છે, જેથી બાળકને દૂધ પીવામાં મુશ્કેલી થઈ શકે છે. આ સિવાય પ્રેગ્નન્સીમાં ગાજર ખાવાથી કેટલીક મહિલાઓને સમસ્યા થઈ શકે છે.
ગાજરમાં બીટા કેરોટીન હોય છે, જે શરીરમાં પહોંચ્યા પછી વિટામિન Aમાં પરિવર્તિત થાય છે. ગાજરના વધુ પડતા સેવનથી કેટલાક લોકો કેરોટેનેમિયાથી પીડાઈ શકે છે.
કેટલાક લોકોને ગાજરનું સેવન કરવાથી એલર્જીની સમસ્યા થઈ શકે છે. આ કારણે તેમને ત્વચા પર ખંજવાળ, સોજો, ગળામાં દુખાવો અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.