TMKOC: 'હે..માઁ..માતાજી' તારક મહેતા સીરિયલમાં નવી 'દયાબેન' કોણ બનશે?


By Sanket M Parekh31, Mar 2025 04:00 PMgujaratijagran.com

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

TVના સૌથી લોકપ્રિય શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી ફેન્સને મનોરંજન પુરું પાડી રહ્યો છે. લાંબા સમયથી આ સીરિયલમાં 'દયાબેન'ની વાપસીને લઈને અટકળો થઈ રહી છે.

ક્યારે થશે દયાબેનની વાપસી?

છેલ્લા ઘણાં સમયથી તારક મહેતા સીરિયલ 'દયાબેન'ની હાજરી વિના જ ચાલી રહ્યો છે, પરંતુ હવે નવી દયાબેનની એન્ટ્રીને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. શૉના મેકર્સ પણ નવી દયાબેનની શોધખોળ કરી રહ્યાં છે.

દિશા વકાણીએ શૉ કેમ છોડ્યો

તારક મહેતા સીરિયલમાં 'દયાબેન'ની ભૂમિકા દિશા વકાણી ભજવી રહી હતી, પરંતુ એક્ટ્રેસે પ્રેગ્નેન્સીના કારણે શૉને અલવિદા કહી દીધુ હતુ.

કોઈ બની શકે છે નવી દયાબેન

જો કે હવે ટૂંક સમયમાં નવી દયાબેનની વાપસી થઈ શકે છે. આ સમાચારને પગલે ફેન્સ પણ ખૂબ જ એક્સાઈટેડ થઈ ગયા છે. એવામાં ચાલો જાણીએ, દિશા વકાણીની જગ્યા કોણ લઈ શકે છે.

કાજલ પિસલ

આ લિસ્ટમાં સૌથી પહેલા નંબર પર કાજલ પિસલનું નામ આવી રહ્યું છે. જો કાજલ 'દયાબેન'નું પાત્ર ભજવશે, તો ફેન્સ તેને જોવાનું ખૂબ જ પસંદ કરશે. જો કે હજુ સુધી મેકર્સ દ્વારા કોઈ સત્તાવાર કન્ફોર્મેશન નથી આપવામાં આવ્યું.

રાખી વિઝન

આ લિસ્ટમાં બીજુ નામ રાખી વિઝનનું છે. રાખી વિઝન ટીવીમાં અનેક લોકપ્રિય સીરિયલ કરી ચૂકી છે. નવી 'દયાબેન'ને લઈને રાખીનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે.

એશ્વર્યા શર્મા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નવી 'દયાબેન'ની ભૂમિકામાં એશ્વર્યા શર્મા પણ જોવા મળી શકે છે. જો કે હજુ સુધી મેકર્સ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

દિવ્યાંકા ત્રિપાઠી

ટીવીની ફેમસ એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીને પણ શૉના મેકર્સ દ્વારા 'દયાબેન'ની ભૂમિકા માટે એપ્રોચ કરવામાં આવ્યો હતો. જો દિવ્યાંકા 'દયાબેન'નું પાત્ર ભજવશે, તો ફેન્સ સીરિયલને જોવી પસંદ કરશે.

અમી ત્રિવેદી

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અમી ત્રિવેદીને પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મેકર્સે દયાબેનની ભૂમિકા માટે એપ્રોચ કર્યો હતો. એવામાં હવે એ જોવું રસપ્રદ રહેશે, કે નવી દયાબેન કોણ બનશે.

કાવ્યા મારનની Ghibli Style તસ્વીરો વાયરલ, તમે જોઈ કે નહીં!