પ્રયાગરાજ મહાકુંભમાં માળા વેચીને વાયરલ થયેલી મોનાલિસા ભોંસલે હવે હિરોઈન બની ગઈ છે. દિગ્દર્શક સનોજ મિશ્રાએ તેમને તેમની આગામી ફિલ્મમાં કાસ્ટ કર્યા છે.
માદક આંખોવાળી મોનાલિસા આગામી ફિલ્મ ધ ડાયરી ઓફ મણિપુરમાં અભિનેત્રી તરીકે જોવા મળશે. સનોજ મિશ્રાએ સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરી છે.
સનોજ મિશ્રા મોનાલિસાના ઘરે ગયા અને તેને પોતાની આગામી ફિલ્મ માટે કાસ્ટ કરી હોવાનું જણાવ્યું છે.
સનોજે જણાવ્યું કે તે મોનાલિસાના ઘરે જઈને સોશિયલ મિડીયા દ્વારા જણાવ્યું કે, મોનાલિસા ઇન્દોર નજીક મહેશ્વરની રહેવાસી છે અને એક સરળ પરિવારમાંથી આવે છે.
સનોજ મિશ્રાએ એમ પણ જણાવ્યું કે રાજકુમાર રાવના મોટા ભાઈ અમિત રાવ ધ ડાયરી ઓફ મણિપુરમાં મોનાલિસાની સાથે હીરો તરીકે જોવા મળશે.
સનોજ મિશ્રા બોલિવૂડના દિગ્દર્શક છે. હિન્દી ફિલ્મોમાં કામ કર્યાને એક દાયકાથી વધુ સમય થઈ ગયો છે. 2014માં તેમણે અજય કુમાર ઝા સાથે ભોજપુરી ફિલ્મ બેતાબનું દિગ્દર્શન કર્યું છે.
સનોજે ગાંધીગીરી-2016, તરાના ધ બ્લેક સ્ટોરી-2018, રામ કી જન્મભૂમિ 2019, લફંગે નવાબ-2019, શ્રીનગર-2022, ધ ડાયરી જેવી ઘણી ફિલ્મો લખી છે અને તેમણે પશ્ચિમ બંગાળના જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે.
સનોજ મિશ્રા એક લેખક અને દિગ્દર્શક પણ છે અને ધ ડાયરી ઓફ વેસ્ટ બંગાળ, શશાંક, ગઝનવી અને શ્રીનગર જેવી ફિલ્મોના દિગ્દર્શનની સાથે સાથે તેમણે તેમની વાર્તાઓ પણ લખી હતી.
સનોજ મિશ્રાની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, ધ ડાયરી ઓફ મણિપુર, કાશી ટુ કાશ્મીર પણ આ યાદીમાં સામેલ છે. આ ફિલ્મ તૈયાર છે અને આ વર્ષે રિલીઝ થઈ શકે છે.