ટેટી એક સ્વાદિષ્ટ ફળ છે, જે ઉનાળામાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેમાં ઘણા પ્રકારના વિટામિન, મિનરલ્સ અને એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
પરંતુ શું તમે જાણો છો કે ટેટીમાં કયું વિટામિન સૌથી વધુ માત્રામાં જોવા મળે છે અને તે શરીરને શું ફાયદા પહોંચાડે છે? ચાલો જાણીએ પોષણશાસ્ત્રી હિમાંસુ રાય પાસેથી.
નિષ્ણાત હિમાંશુ રાયના મતે, ટેટીમાં વિટામિન A સૌથી વધુ માત્રામાં હોય છે, જે આંખના સ્વાસ્થ્ય, ત્વચા અને રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વિટામિન A આંખો માટે સારું છે અને રાત્રિ અંધત્વ જેવી સમસ્યાઓથી બચાવવા ઉપરાંત તે ત્વચાને સ્વસ્થ રાખે છે અને કરચલીઓ ઘટાડવાની સાથે તે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.
ટેટીમાં વિટામિન સી પણ સારી માત્રામાં જોવા મળે છે. વિટામિન સી એક શક્તિશાળી એન્ટી-ઓક્સિડન્ટ છે, જે શરીરને મુક્ત રેડિકલથી રક્ષણ આપે છે.
ટેટી શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, જેનાથી રોગોથી બચી શકાય છે. આ ઉપરાંત તે શરીરમાં કોલેજન બનાવવામાં મદદ કરે છે, જે ત્વચાને યુવાન રાખવામાં મદદ કરે છે.
ટેટીમાં બી વિટામિન પણ હોય છે, ખાસ કરીને વિટામિન બી1 (થાઇમિન) અને વિટામિન બી3 (નિયાસિન). આ વિટામિન શરીરને ઉર્જા પ્રદાન કરે છે.
ટેટીમાં 90% પાણી હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખે છે. આ ઉપરાંત તેમાં સારી માત્રામાં ફાઇબર હોય છે, જે યોગ્ય પાચન જાળવી રાખે છે.
ઉનાળામાં ટેટી ખાવું માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તે શરીર માટે ફાયદાકારક છે. સ્વાસ્થ્ય સંબંધિત વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.