હાડકાની મજબૂતી માટે વિટામિન-ડી યુક્ત ફૂડ્સ ખાવ


By Sanket M Parekh02, Oct 2023 03:52 PMgujaratijagran.com

હાડકા

હાડકાની મજબૂતી પર જ આપણું આખુ શરીર ટકેલું હોય છે. જો કે અમુક ઉંમર પછી હાડકા નબળા પડવા લાગે છે. આવું વિટામિન-ડીની કમીના કારણે થઈ શકે છે. આથી ડાયટમાં તમે વિટામિન-ડી યુક્ત વસ્તુઓને સામેલ કરી શકો છે.

પનીર

પનીરને વિટામિન-ડીનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. જેને દરરોજ તમારી ડાયટમાં સામેલ કરો. હાડકાની મજબૂતી માટે આ ખૂબ જ જરૂરી છે.

દૂધ અને માખણ

ખાસ કરીને ગાયના દૂધમાં વિટામિન-ડી વધારે પ્રમાણમાં મળી આવે ચે. હાડકાની મજબૂતી માટે ગાયનું દૂધ પીવું જોઈએ.

મશરૂમ

મશરૂમ વિટામિન-ડીનો એક હેલ્ધી સોર્સ છે. જેને ખાવાથી વિટામિન-ડીની કમી નથી થતી.

સંતરાનું જ્યૂસ

સંતરાના રસમાં વિટામિન-ડી મળી આવે છે. જેનાથી બોન ડેન્સિટી વધે છે અને હાડકા મજબૂત બને છે.

પ્લાન્ટ બેસ્ડ મિલ્ક ફૂડ્સ

બદામ દૂધ, સોયા દૂધ અને ઓટ્સ દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ હોય છે. જે વિટામિન-ડીનો શ્રેષ્ઠ સોર્સ મનાય છે. જેને પીવાથી હાડકા મજબૂત થાય છે.

ખાલી પેટે એપલ જ્યુસ પીવાથી આ 5 જબરદસ્ત ફાયદા મળે છે, ચાલો જાણીએ