Astrology Tips For Money: ઘરમાં કયા છોડ સુકાવાથી અશુભ મનાય છે?


By Bhavesh Chaudhary17, Jul 2024 05:32 PMgujaratijagran.com

વૃક્ષો અને છોડ

વૃક્ષો વગર મનુષ્યના જીવનની કલ્પના કરી શકતા નથી. વૃક્ષો અને છોડની સનાતન ધર્મમાં પૂજા કરવામાં આવે છે.

ઘરમાં છોડ

વાસ્તુશાસ્ત્રના નિયમો મુજબ, ઘણા છોડ એવા હોય છે જે ઘરમાં લગાવવામાં આવે તો સુખ અને શાંતિ આવે છે અને અર્થિક તંગી પણ આવતી નથી.

છોડ સુકાવા અશુભ

તમને ખબર છે કે, ત્રણ છોડ એવા છે જે સુકાઈ જવાથી અશુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ, આ ત્રણ છોડ કયા છે.

મની પ્લાન્ટ

ઘરમાં મની પ્લાન્ટ છોડ લગાવવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. પરંતુ કેટલાક ઘરોમાં આ છોડ સુકાઈ જાય છે.

મની પ્લાન્ટ સુકાઈ

વાસ્તુશાસ્ત્ર મુજબ, મની પ્લાન્ટ છોડ સુકાવાથી ઘણો અશુભ માનવામાં આવે છે. આ છોડ સુકાય એટલે ઘરમાં આર્થિક સંકટ આવી શકે છે.

તુલસીનો છોડ

એવું માનવામાં આવે છે કે, તુલસીનો છોડ ઘરમાં સુખ અને શાંતિ લાવે છે. તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે.

અચાનક તુલસીનો છોડ સુકાવા લાગે

જો અચાનક તુલસીનો સુકાવા લાગે તો તમારા ઘરમાં આર્થિક સંકટ આવે છે. એટલા માટે સાવધાન રહેવું જરૂરી છે.

શમીનું વૃક્ષ

શમીના વૃક્ષ ઘરની બહાર લગાવવામાં આવે તો શુભ માનવામાં આવે છે. પરંતુ જો આ વૃક્ષ સુકાવા લાગે તો ઘરમાં આર્થિક સંકટ આવવાની સંભાવના રહે છે.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ગોર ગોપાલદાસે જણાવ્યા જીવનનો હેતુ શોધવાના પ્રેરણાદાયક સુવિચારો