ઝિંક એ પોષક તત્વ છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરની તંદુરસ્તી માટે જરૂરી છે. ઝિંકની ઉણપ દૂર કરવા માટે ફળો અને શાકભાજી ખાવું મહત્વપૂર્ણ છે. ઝીંકની ઉણપથી સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાનો સામનો કરવાનો થઈ શકે છે. આવો જાણીએ કયા ફળો અને શાકભાજીનું સેવન કરી તમે આની ઉણપ દૂર કરી શકો છો
બ્રોકોલીમાં ઝિંકની સારી માત્રા જોવા મળે છે. આ વિટામિન C નો પણ સારો સ્ત્રોત છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
પાલકને ઝિંકનો મહત્વનો સ્ત્રોત માનવામાં આવે છે. તેનો નિયમિત ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
100 ગ્રામ કઠોળમાં 12% જેટલો ઝિંક હોય છે. આ ફળ ફાઈબર અને પ્રોટીનનો પણ સારો સ્ત્રોત છે, જેનાથી પોષણ મેળવવામાં મદદ મળે છે.
બટાકામાં 10% જેટલો ઝિંક હોય છે. તેનો ડાયેટમાં સમાવેશ કરો, તમારા શરીરને જરૂરી પોષણ આપે છે.
બદામ અને અખરોટમાં ઝિંક ઉપરાંત હાડકા મજબૂત બનાવતા પોષક તત્વો પણ હોય છે. આને તમારા રોજના ડાયેટમાં ઉમેરો.