Gold Ring: સોનાની વીંટી કઈ આંગળી પર ક્યારેય ના પહેરવી જોઈએ?


By Sanket M Parekh05, Jun 2025 04:09 PMgujaratijagran.com

હિન્દુ ધાર્મિક માન્યતા

હિન્દુ ધર્મમાં સોનું પહેરવાનું આગવું મહત્ત્વ છે. આ પરંપરા સદીઓથી ચાલતી આવી રહી છે. તો ચાલો જાણીએ કે, સોનાની વીંટી કઈ આંગળી પર ક્યારેય ના પહેરવી જોઈએ?

સોનાની વીંટી પહેરવાના લાભ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સોનાની વીંટી પહેરવાના અઢળક લાભ વર્ણવામાં આવ્યા છે. સોનું સૂર્ય સાથે સબંધ ધરાવે છે, જેને ગ્રહોનો રાજા ગણવામાં આવે છે.

અંગુઠામાં પહેરવી

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, અંગુઠામાં સોનાની વીંટી પહેરી શકાય છે. જેનાથી શક્તિ અને નેતૃત્વના ગુણ વિકસી શકે છે.

મનાય છે શુભ

તર્જની આંગળી અર્થાત અંગુઠા પછીની પહેલી આંગળી પર સોનાની વીંટી પહેરવી શુભ માનવામાં આવે છે, કારણ કે તે ગુરુની સકારાત્મક અસરને વધારી શકે છે.

તર્જની આંગળી

એવું માનવામાં આવે છે કે, તર્જની આંગળીમાં સોનાની વીંટી પહેરવાથી તમારું જ્ઞાન, આધ્યાત્મિક વિકાસ અને નેતૃત્વના ગુણ વિકસે છે.

મધ્યમા આંગળી

મધ્યમા આંગળી એટલે કે વચલી આંગળીમાં સોનાની વીંટી પહેરવી અયોગ્ય માનવામાં આવી છે, કારણ કે સોનું સૂર્યની ધાતુ માનવામાં આવે છે. જ્યારે સૂર્યની શનિ સાથે શત્રુતા છે.

જો રોજ ઘરની સામે ગાય આવવાના સંકેત શું હોય છે? જણો