જાણો મોરનું પીંછું ઘરની કઈ દિશામાં રાખવું જોઈએ?


By Bhavesh Chaudhary08, Sep 2024 04:12 PMgujaratijagran.com

વાસ્તુશાસ્ત્ર

વાસ્તુશાસ્ત્રનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે. જેમાં ઘણા નિયમો પણ જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

મોર પીંછા

વાસ્તુ શાસ્ત્રમાં મોરના પીંછાનું વિશેષ મહત્તવ છે. જેને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા ફેલાય છે અને ખુશીઓ આવે છે.

આ સ્થાનો પર રાખવું જોઈએ

કેટલીક જગ્યાએ મોરનું પીંછું રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. અમે તમને કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવીશું, જ્યાં મોરના પીંછા રાખવાથી શુભ ફળ મળે છે.

પૂજા રૂમમાં રાખો

મોરનું પીંછું પૂજા રૂમમાં રાખવાથી પરિવારના સભ્યોની પ્રગતિ થાય છે અને સુખ-સમૃદ્ધિ આવે છે.

ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર

ઘરના મુખ્ય દ્વાર પર મોરનું પીંછા રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.

તિજોરીમાં રાખો

મોરના પીંછાને તિજોરીમાં રાખવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેથી ધન સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે.

આ દિશામાં રાખો

વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓનું ખૂબ મહત્વ છે. જેથી મોર પીંછા દક્ષિણ-પશ્ચિમ અને પૂર્વ દિશામાં રાખવાથી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

મોરનાં પીંછા

મોરનું પીંછા કોઈને ભેટમાં ન આપવું જોઈએ. જો ક્યાંક પડી ગયેલું મોરનું પીંછું જોવા મળે છે, તો તે શુભ માનવામાં આવે છે.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

જાણો પર્સમાં ફાટેલી નોટો રાખવાથી વાસ્તુશાસ્ત્ર શું કહે છે?