વોશિંગ મશીનમાં ભૂલથી પણ ન ધોશો આ 4 કપડાં


By Kajal Chauhan13, Aug 2025 05:26 PMgujaratijagran.com

આજના ઝડપી યુગમાં સમય બચાવવા માટે ઘણા લોકો કપડાં ધોવા માટે વોશિંગ મશીનનો ઉપયોગ કરે છે. કેટલાક એવા ખાસ કપડાં છે જેને વોશિંગ મશીનમાં ક્યારેય ધોવા ન જોઈએ, કારણ કે તેનાથી કાપડ સંકોચાઈ થઈ શકે છે.

રેશમના કપડાં

રેશમના કપડાં ખૂબ જ નાજુક હોય છે. જો તેમને વોશિંગ મશીનમાં સાફ કરવામાં આવે તો તેની ચમક ઓછી થઈ શકે છે.

ઊનના કપડાં

વોશિંગ મશીનમાં કોઈપણ પ્રકારના ઊનના કપડાં ધોવાથી કપડાંમાં સંકોચન આવી શકે છે.

ભરતકામ (એમ્બ્રોઈડરી) વાળા કપડાં

ભરતકામ વાળા કપડાં, જેમ કે સૂટ અને સાડી જો વોશિંગ મશીનમાં ધોવામાં આવે તો તેના દોરા તૂટી શકે છે અને ડિઝાઇન ખરાબ થઈ શકે છે.

નેટવાળા કપડાં

નેટવાળા કપડાંને વોશિંગ મશીનમાં ધોવાનું ટાળવું જોઈએ. આમ કરવાથી કપડાં ફાટી શકે છે અને કિનારીઓ પણ ખરાબ થઈ શકે છે.

અન્ય મહત્વપૂર્ણ ટિપ્સ

જો તમે દરરોજ કપડાં સાફ કરવા માટે વોશિંગ મશીનનો ઉપયોગ કરો છો, તો તેનાથી કપડાંના રંગ ઊડી શકે છે.

દરેક કપડાં પર લાગેલા વોશ ટેગ પર તેને કેવી રીતે સાફ કરવા તેની માહિતી આપેલી હોય છે. આ માહિતી વાંચવાથી કપડાંને ખરાબ થતા બચાવવામાં મદદ મળી શકે છે.

Tulsi Plant Benefits: ઘરમાં તુલસીનો છોડ કેમ વાવવો જોઈએ?