આપણે આપણા ભોજનનો સ્વાદ બમણો કરવા માટે અનેક પ્રકારની ચટણી બનાવીએ છીએ. આમાંથી કેટલીક લીલી ચટણી ખોરાકનો સ્વાદ અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. આજે એવી 4 હેલ્ધી ચટણી વિશે જાણીશું.
ફુદીનાની ચટણીનું સેવન સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, કારણ કે તેમાં એન્ટી-ઓક્સિડન્ટ, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે.
આહારમાં ફુદીનાની ચટણી લેવાથી શરીરને ડિટોક્સિફાઇ કરવા ઉપરાંત તે ત્વચાને સ્વસ્થ રાખે છે.
આયર્ન, પ્રોટીન, ફોસ્ફરસ, વિટામિન સી, ફાઇબર, ખનિજો અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણધર્મોથી ભરપૂર કોથમરીની ચટણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
કોથમીરની ચટણીનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ ઉપરાંત, તે પાચનતંત્રને જાળવી રાખે છે.
આમળાની ચટણીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.
શિયાળામાં આમળાની ચટણી ખાવાથી ફાયદો થઈ શકે છે. આ શરીરને શરદી અને ખાંસી સહિત મોસમી રોગોથી બચાવે છે.
પાલકની ચટણીમાં આયર્ન, ફોલેટ, વિટામિન બી અને એન્ટી-ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આ ચટણીનું સેવન એકંદર સ્વાસ્થ્ય જાળવી રાખે છે.
શરીર સંબંધિત કોઈપણ સમસ્યા હોય તો, ડૉક્ટરની સલાહ લીધા પછી આમાંથી કોઈપણ ચટણીનું સેવન કરો.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.