વાસ્તુ શાસ્ત્રમાં ટીવીને ઘરમાં રાખવાને લઈને પણ ઘણા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાસ્તુ મુજબ ટીવીને યોગ્ય દિશામાં રાખવાથી પરિવારમાં તાલમેલ જળવાઈ રહે છે, સાથે જ આર્થિક સ્થિતિ પણ સુધરે છે. સાથે જ ટીવીને ખોટી દિશામાં રાખવાથી પણ જીવનમાં અનેક સમસ્યાઓ આવી શકે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમે વિદ્યાર્થી છો કે કોઈ પ્રોફેશનલ ફિલ્ડ સાથે જોડાયેલા છો તો તમારા માટે પૂર્વ દિશામાં ટીવી જોવું સૌથી શુભ માનવામાં આવે છે
જો તમે આર્થિક સ્થિતિને મજબૂત કરવા માંગો છો,તો ટીવીને ઉત્તર દિશામાં રાખો. કારણ કે આ દિશા ધનના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે
ટીવી પલંગ સામે હોય તો તેનો સ્ક્રીન ઢાંકી રાખવો. પ્રતિબિંબથી માનસિક તણાવ ઊભો થઈ શકે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ટીવી રાખવા માટે દક્ષિણ દિશા યમરાજની દિશા હોવાથી અશુભ માનવામાં આવે છે. તે નકારાત્મકતા અને ગૃહકલહ લાવી શકે છે.
આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. કોઈ નિર્ણય કરતા પહેલા વાસ્તુ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.