સવાર ખૂબ તાજગી અને સકારાત્મકતાથી ભરેલી હોય છે, ત્યારે તમારે હંમેશા સારી અને પોઝીટીવ વસ્તુ જોવી જોઈએ. ચાલો જાણીએ સવારમા કોનુ મોઢુ જોવાથી તમારો દિવસ ખૂશનુમા રહેશે.
સવારે ઊઠીને તમારે હાથ જોવા જોઈએ, હાથ જોઈને મંત્રના જાપ કરવાથી આખો દિવસ સારો રહે છે.
સવારે ઊઠીને માતાનો ચહેરો જોવો જોઈએ, આમ કરવાથી તમે દિવસ દરમિયાન જે પણ કાર્ય કરશો તેમા સફળતા મળશે.
સવારમા ભગવાનની તસવીર જોવી શૂભ રહે છે. સવારમા જ્યારે તમે ઊઠો ત્યારે ભગવાનની આશીર્વાદ મુદ્ગાની તસવીર જોવાથી દિવસ શુભ અને સકારાત્મક રહે છે.
સવારે ઊઠીને ગાયને જોવી જોઈએ. ગાય જોવાથી ગરીબી દૂર થાય છે અને તમે ધન પ્રાપ્તીને યોગ્ય બનો છો.
ઘણા લોકોને સવારમા ઊઠીને અરીસામા મોઢુ જોવાની ટેવ હોય છે, પણ આ કરવાથી બચવુ જોઈએ, કારણ સવારે અરીસામા મોઢુ જોવાથી તમારો માનસિક તણાવ વધી શકે છે.
આધ્યાત્મ સાથે જોડાયેલી દરેક માહિતી માટે જોડાયેલા રહો ગુજરાતી જાગરણ સાથે.