જમતી વખતે આપણે નાની મોટી ભૂલો કરતા હોય છીએ જેને કારણે શરીર બિમારીઓનું ઘર બની જાય છે.
ખાવા-પીવાની ખોટી આદતોને કારણે બીમારીઓનો સામનો કરવો પડે છે, આ ટેવ બદલવાથી શરીરને સ્વસ્થ રાખી શકાય છે.
જમતી વખતે નાના નાના કોળિયા ખાવ, નાના બટકે ખાવાથી ભોજન લો.
જમતી વખતે કોળિયાને એટલે કે બટકાને 32 વખત ચાવીને જમો.
જમતી વખતે હમેશા નીચે પલાંઠી વાળીને જમવા બેસવું જોઈએ.
જમતી વખેત હાથમાં મોબાઈલ ટીવી, લેપટોપ કે અન્ય કોઈ ગેઝેટનો ઉપયોગ ટાળવો જોઈએ, તેને સાઈડ પર મૂકીને જમવા બેસો.
જમતી વખેત વચ્ચે વચ્ચે પાણી કે છાસ જેવા પીણા પીવાનું ટાળવું જોઈએ.
જમતી વખતે પેટ ભરીને જમવાને બદલે પેટમાં થોડી જગ્યા બચાવી રાખવી જોઈએ.
જમી લીધા પછી થોડીવાર વજ્રાસનમાં બેસવાથી ખોરાકનું પાચન વ્યવસ્થિત થાય છે.
જમવા માટે ચોક્કસ સમય નક્કી કરો અને દરરોજ એ જ સમયે ભોજન લેવાનું રાખો.
સવારનો નાસ્તો 9 વાગ્યા સુધીમાં કરી લેવો જોઈએ.
બપોરે ભોજન લેવા માટે 12:30 થી 2 વાગ્યા સુધીનો બેસ્ટ સમય છે.
ડિનર માટે 7 થી 8 વાગ્યા સુધીમાં જમી લેવું જોઈએ.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.