હિન્દુ ધર્મમાં સોમવારને ભગવાન શિવને સમર્પિત દિવસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી તેમના આશીર્વાદ મળે છે.
ચાલો આજે આપણે જાણીએ કે, સોમવારે શિવલિંગ પર શું અર્પણ કરવું જોઈએ?
સોમવારે શિવલિંગ પર જળ ચઢાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત, સોમવારે શિવલિંગ પર ગંગાજળ ચઢાવવાથી દુ:ખ અને પાપોથી મુક્તિ મળે છે.
સોમવારે શિવલિંગ પર દૂધ ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને માનસિક તણાવ દૂર થવાની સાથે જીવનની સમસ્યાઓ દૂર થાય છે.
સોમવારે શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાથી ભગવાન શિવના આશીર્વાદ મળે છે. સોમવારે શિવલિંગ પર ધતુરા ચઢાવવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.
સોમવારે શિવલિંગ પર કાળા તલ ચઢાવવાથી પિતૃદોષ શાંત થાય છે. તેમજ સોમવારે શિવલિંગ પર ચોખા ચઢાવવાથી અખંડ લક્ષ્મી પ્રાપ્ત થાય છે.