ડેન્ડ્રફ તમારા વાળને નબળા બનાવી શકે છે અને ખીલના કારણે ખંજવાળનેની સમસ્યા પેદા કરે છે. ડેન્ડ્રફ દૂર કરવા માટે, તમે મેંદી સાથે વિવિધ કુદરતી વસ્તુઓ મિક્સ કરીને વાળમાં લગાવી શકો છો, જે સ્કાલ્પમાં પોષણ આપે છે અને ડેન્ડ્રફ દૂર કરવામાં મદદ કરે છે.
મેથીના દાણાની પેસ્ટ બનાવી તેમાં સરસવનું તેલ મિક્સ કરીને મેંદી લગાવો, ડેન્ડ્રફ દૂર કરવામાં મદદ કરશે.
મેદીના પાવડરમાં દહીં મીક્સ કરીને વાળમાં હેર પેક માફક લગાવો, ડેન્ડ્રફમાંથી છુટકારો મળશે.
એલોવેરા જેલને મેંદીમાં સારી રીતે મીક્સ કરીને અને વાળમાં લગાવો, આ ડેન્ડ્રફને ઓછું કરવામાં મદદ કરે છે.
લીંબુનો રસ મેંદીમાં મિક્સ કરીને વાળમાં લગાવો, જે ડેન્ડ્રફના બેક્ટેરિયા અને ફંગસને દૂર કરે છે.
મેંદીમાં નાળિયેર તેલ ભેળવીને વાળમાં લગાવો, જે ડેન્ડ્રફ ઘટાડવામાં મદદરુપ છે.
તુલસીના તેલ સાથે મેંદી મિક્સ કરીને વાળમાં લગાવો, તે માથાની ચામડીની શુષ્કતા અને ડેન્ડ્રફ દૂર કરે છે.