ઘણા ખોરાકને પાણીમાં પલાળીને સેવન કરવાથી શરીર માટે વધુ ફાયદાકરક છે. એટલા માટે આ ખોરકને આખી રાત પાણીમાં પલાળીને સવારે ખાલી પેટ ખાવાથી શરીરને ઘણા ફાયદા થશે.
ચીયા બીજમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.તેથી પોતાને સ્વસ્થ રાખવા માટે ચીયાના બીજ ને પાણીમાં પલાળી રાખો અને તેને ખાવ.
બદામમાં વિટામિન ઈ જેવા પોષક તત્વો હોય છે, જે તમારા શરીર અને ત્વચા માટે ફાયદાકરક છે. તેથી દરરોજ મુઠ્ઠીભરીને બદામ પલાળીને અને છોલીને ખાવ.
પોષક તત્વોથી ભરપૂર કિસમિસ અને કિસમિસનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકરક છે. તેથી પાણીમાં પલાળેલી કિસમિસ ખાવાથી પણ એનિમિયાની બીમારી મટે છે.
અખરોટમાં ભરપૂર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. તેથી તમારા ચહેરાની ચમક વધારવા અને શરીરને સ્વસ્થ રાખવા માટે તમે પલાળેલા અકરોટ ખાઈ શકો છો.
અળસી એટલે કે ફ્લેક્સસીડમાં ઘણા બધા પોષક તત્વો જોવા મળે છે. તેથી આ બીજને આખી રાત પલાળી રાખીનેતેનું સેવન કરવાથી તમે શરીરને સ્વસ્થ રાખી શકો છો.