વધુ પડતો મસાલેદાર ખોરાક ખાવાથી અને ઓછું પાણી પીવાથી પેટમાં ગરમી થાય છે. જેના કારણે પાચનતંત્રની કામગીરી પર પણ અસર પડી શકે છે.
પેટને સ્વસ્થ રાખવા માટે ઉનાળામાં ઠંડક આપતો ખોરાકનું સેવન કરો.
ઉનાળામાં માત્ર ઠંડા ફળો જ ખાવા જોઈએ. હેલ્થ એક્સપર્ટ્સનું પણ માનવું છે કે આ ફળો પેટના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
જો તમે તમારા પેટમાં વધુ પડતી ગરમી અનુભવી રહ્યા છો તો દહીં અને ભાત અવશ્ય ખાવ.આ બંને ખોરાકના મિશ્રણથી પેટની ગરમી ઓછી થઈ શકે છે.
ઉનાળામાં નારિયેળ પાણીનું સેવન કરવાથી શરીર હાઇડ્રેટ રહે છે. આ સાથે વ્યક્તિને પેટમાં ગરમી પણ નથી લાગતી.
ઉનાળામાં છાશ પીવાથી શરીરને ઠંડક મળે છે. એટલું જ નહીં, પેટની ગરમીને કારણે લાગતા થાકને દૂર કરવામાં પણ તે મદદરૂપ છે.
ઉનાળામાં કાકડી, બ્રોકોલી, કોબીજ જેવા શાકભાજી ચોક્કસ ખાવા જોઈએ.જે શરીરમાં ઠંડક આપે છે.
આ ફળ પેટમાં રહેલા એસિડને સંતુલિત કરવાનું કામ કરે છે. જો તમે તમારા પેટને ઠંડુ રાખવા માંગો છો, તો ઉનાળામાં નિયમિતપણે કેળાનું સેવન કરો.
આવા સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.