Intestinal Heat: આંતરડામાં ગરમી હોય તો શું કરવું?


By Vanraj Dabhi18, Feb 2025 11:13 AMgujaratijagran.com

આંતરડામાં ગરમી

માનવ શરીરના બધા જ ભાગો મહત્વપૂર્ણ છે. આ અવયવોમાં આંતરડાનો પણ સમાવેશ થાય છે. જ્યારે આંતરડામાં ગરમી હોય છે, ત્યારે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે.

નિષ્ણાત અભિપ્રાય

આજે અમે તમને જણાવીશું કે આંતરડામાં ગરમી હોય તો શું કરવું. આ અંગે ડૉ. આદર્શ દુબે પાસેથી વિગવાર માહિતી મેળવીશું.

તાજું પાણી

આંતરડામાં ગરમી પેટમાં બળતરા, ગેસ, પેટનું ફૂલવું, ઉબકા અને દુખાવો જેવી ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. આ ગરમીને ઠંડક આપવા માટે, સૌ પ્રથમ પુષ્કળ તાજું પાણી પીવો. પાણી પીવાથી આંતરડાની ગરમી ઓછી થાય છે.

વરિયાળીનું પાણી

આંતરડાની ગરમી ઓછી કરવા માટે, તમે વરિયાળીનું પાણી પી શકો છો. વરિયાળીમાં ઠંડકની અસર હોય છે. જેથી વરિયાળી વાળું પાણી પીનાથી આંતરડામાં ગરમી ઓછી કરે છે.

ફુદીનો ખાશો તો શું થશે?

આંતરડાની ગરમી ઓછી કરવા માટે તમે ફુદીનાનું સેવન પણ કરી શકો છો. કારણ કે, ફુદીનામાં ઠંડકની અસર પણ હોય છે. તેથી તેનું સેવન આંતરડાની ગરમી ઓછી કરે છે.

આમળાનો રસ પીવો

આંતરડાની ગરમી ઓછી કરવા માટે તમે આમળાનો રસ પણ પી શકો છો. આમળા પેટ અને આંતરડાની ગરમી ઘટાડે છે.

દૂધ પીવો

આંતરડામાં ગરમી ઓછી કરવા માટે તમે ઠંડુ દૂધ પણ પી શકો છો. જે પેટ અને આંતરડાની ગરમી ઘટાડવા માટે એક સારો વિકલ્પ છે.

છાશ અને દહીં

આંતરડાની ગરમી ઓછી કરવા માટે તમે છાશ, લસ્સી અને દહીંનું સેવન કરી શકો છો. આ ત્રણેય ઠંડક આપનારા છે. તેથી આંતરડાની ગરમી ઓછી કરી શકે છે.

નાળિયેર અને તરબૂચ

આંતરડાની ગરમી ઓછી કરવા માટે તમે નારિયેળ પાણી, તરબૂચ, કાકડીનું સેવન કરી શકો છો. આ તમારી આંતરડા, પેટ અને શરીરમાં ગરમી ઓછી કરે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Karela Juice Benefits: દરરોજ કારેલાનો રસ પીવાના 8 ફાયદા