દાંતના દુખાવાને કારણે આખું મોંઢું દુખાવા લાગે છે. જેના કારણે આપણે કોઈ કામ કરવાનું મન નથી થતું, આજે અમે તમને એવા 8 ઘરેલું ઉપાયો જણાવીશું જે દાંતના દુખાવાને તાત્કાલિક ઘટાડી શકે છે.
દાંત પર લવિંગનું તેલ લગાવવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે.
હૂંફાળા પાણીમાં 2 થી 3 ચમચી મીઠું નાખીને કોગળા કરવાથી સોજો ઓછો થાય છે અને દુખાવો મટે છે.
લસણ ચાવવાથી કે તેની પેસ્ટ દાંત પર લગાવવાથી દાંતનો દુખાવો ઓછો થાય છે.
લીમડાના પાનને ગરમ પાણીમાં ઉકાળીને તેના કોગળા કરવાથી દુખાવામાં રાહત મળે છે.
ટી બેગને ઠંડુ કરીને દુખાવાવાળી જગ્યા પર રાખવાથી સોજો ઓછો થાય છે અને દુખાવામાં રાહત મળે છે.
હિંગ અને લીંબુમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જો તમે હિંગ અને લીંબુ મિક્સ કરીને દુખાવાવાળી જગ્યા પર લગાવાથી દુખાવામાં ઝડપથી રાહત મળશે.
જો દાંતના દુખાવાને કારણે તમારા ગાલ પર સોજો આવી ગયો હોય, તો તમે બરફના ટુકડાને કપડામાં લપેટીને ગાલ પર માલિશ કરી શકો છો. આનાથી સોજો ઓછો થશે અને દુખાવામાં રાહત મળશે.
હિબિસ્કસના પાન ધોઈને, તેને હૂંફાળા પાણીમાં ઉકાળીને તેનાથી કોગળા કરવાથી રાહત મળે છે. તમે તેના પાંદડા પણ ચાવી શકો છો.