Kitchen Tips: વાનગીઓ તળ્યા પછી બાકી રહેલા તેલને આ 5 રીતે ઉપયોગમાં લો


By Smith Taral14, May 2024 06:35 PMgujaratijagran.com

જો તમે તેલને એકવાર તળવા માટે ઉપયોગમાં લીધું હોય તો તેને ફરીથી વાપરવું સારુ નથી, તે તેલમાં સામાન્ય કરતાં વધુ ચરબી હોય છે, જે હાનિકારક છે. આ સ્ટોરીમાં આપણે જાણીશું કે બચેલા તેલનો તમે કેવી રીતે ઉપયોગમાં લઈ શકો છો

લોટ બાંધવા તેનો ઉપયોગ કરો

વધેલા તેલનો તમે મઠરી, કચોરી કે સમોસાના લોટ બાંધવા ઉપયોગમા લઈ શકાય છે. આ માટે તેલને ફરીથી ગરમ કરવાની જરૂર રહેશે નહીં

ગ્રીસિંગ માટે તેનો ઉપયોગ કરો

તેલને પ્લાસ્ટીકના કન્ટેનરમાં રાખીને મુકી શકો છો, અને તેને દરવાજાના હુક્સ અને સાંધા પર લગાવી શકો છો તેનાથી કાટ લાગતો નથી અને અવાજ પણ બંધ થઈ જાય છે

પુરી પરાઠા બનાવો

પુરી પરાઠા તમારા પોતાના ખાવા માટે ન બનાવો, પરંતુ જો તમે ગાય કે કૂતરા માટે રોટલી બનાવો છો તો તેમાં બચેલું તેલ વાપરી શકો છો.

પુરી પરાઠા બનાવો

પુરી પરાઠા તમારા પોતાના ખાવા માટે ન બનાવો, પરંતુ જો તમે ગાય કે કૂતરા માટે રોટલી બનાવો છો તો તેમાં બચેલું તેલ વાપરી શકો છો.

બગીચામાં તેનો ઉપયોગ કરો

વધેલા તેલનો ઉપયોગ તમે બગીચામાં પણ કરી શકો છો, જે છોડ આગળ વધુ જીવ જંતુઓ આવતા હોય તે છોડ આગળ વાટકીમાં તેલ મુકો, આનાથી જંતુઓ ત્યા જતા રહેશે અને છો઼ડને નુકસાન નહીં પહોંચે.

સફાઈમાં તેનો ઉપયોગ કરો

ઘરમા પોતુ કરતી વખતે ડોળમાં તેલના 1-2 ટીપાં નાખો સાથે થોડું સુગંધિત તેલ પણ ઉમેરો, આનાથી ઘર ચોખ્ખું થશે અને સુંગધ પણ આવશે

વરસાદની ઋતુમાં કાળા ચણામાં જંતુઓ પડતા અટકાવવા આ ઉપાયો અજમાવો