Weight Loss Tea : વધતા વજનને ઘટાડવા માટે આદુની ચા પીવો


By Vanraj Dabhi29, Sep 2024 12:01 PMgujaratijagran.com

વજન ઘટાડવા આદુની ચા

આદુની ચા ન રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે વજન પણ નિયંત્રણ કરે છે. ચાલો જાણીએ.

આદુ ચા

આદુનો એક નાનો ટુકડો ક્રશ કરી 1 ગ્લાસ પાણીમાં નાખીને ધીમી આંચ પર ઉકાળો. પછી તેને ગાળીને પીવો.

આદુ અને મધ

વજન કંટ્રોલ કરવા માટે તમે આદુને પાણીમાં ઉકાળીને અને પછી તેમાં મધ ઉમેરીને તેનું સેવન કરી શકો છો.

આદુ અને લીંબુ

આદુને પાણીમાં ઉકાળીને ગાળીને તેમાં લીંબુનો રસ નાખીને પીવો. આ વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

આદુ અને તજ

આદુ અને તજને પીસીને પાણીમાં ઉકાળી, પાણી ગાળીને પીવું. આ બંનેમાં ચરબી બર્ન કરવાની ક્ષમતા હોય છે, જે વજનને નિયંત્રિત કરે છે.

આદુ અને હળદર

તમે આદુ અને હળદર મિક્સ કરીને ચા બનાવીને પી શકો છો. આ ચા વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

આદુ અને ગ્રીન ટી

આદુને પાણીમાં ઉકાળ્યા બાદ તેમાં ગ્રીન ટી નાખીને ચાની જેમ પીવો. તેનાથી વજન ઝડપથી ઘટે છે.

અન્ય લાભો

આદુની ચા પીવાથી ઉલ્ટી અને ઉબકા આવવાની સમસ્યામાં પણ રાહત મળે છે. આનાથી પાચનક્રિયા સુધરે છે અને બ્લડ શુગર પણ ઘટે છે.

ધ્યાન રાખો

આદુ વાળી ચાનું મર્યાદિત માત્રામાં જ સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Amla Juice Avoid: આમળાનો રસ કોને ન પીવો જોઈએ? જાણો